મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાંથી મંડપ સર્વિસના ધંધાર્થીનો મૃતદેહ મળ્યો, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ


SHARE











મોરબીની મચ્છુ નદીમાંથી મંડપ સર્વિસના ધંધાર્થીનો મૃતદેહ મળ્યો, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
 
મોરબીના કંડલા બાઇપાસ ઉપર જુની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીના કાંઠા વિસ્તારમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં હોય મોરબી સિવિલે અને ત્યાંથી પૂઅમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
 
વધુમાં મળતી માહિતી પ્રમાણે ઘુંટુ ગામનો યુવાન છેલ્લા બે દિવસથી ગુમ હતો અને તેનો બાઇક આરટીઓ કચેરીના પુલ નજીકથી મળ્યું હતું અને તેની શોધખોળ ચાલુ હતી.દરમિયાનમાં તે યુવાનનો મૃતદેહ મોરબીની મચ્છુ નદીમાંથી મળી આવતા હાલ આ બનાવનું કારણ જાણવા અને તાણાવાણા ઉકેલવા માટે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.મોરબી તાલુકા પોલીસ સૂત્રમાંથી મળતી માહિતી પ્રમાણે આજે તા.૨૩-૪ ના સવારે મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ તરફથી જાણ કરવામાં આવી હતી કે મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીના વિસ્તારમાંથી ૪૦-૪૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને ડેટબોડીને હાલ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે.
 
બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને તપાસ દરમિયાનમાં ખુલ્યું હતું કે મૃતકનું નામ હસમુખભાઈ રાઘવજીભાઈ પરેચા પટેલ (૪૫) રહે.ઘુંટુ તા.જી.મોરબી ના રહેવાસી હોવાનું ખુલ્યું હતું.મૃતકના પકીવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક હસમુખભાઈ પરેચા છેલ્લા બે દિવસથી ગુમ હતા અને દરમિયાનમાં તેમનું બાઈક મોરબીના આરટીઓ કચેરી નજીક આવેલ પુલ પાસેથી મળ્યું હતું.જેથી નદીના વિસ્તારમાં તપાસ ચાલુ હતી.આ દરમિયાનમાં આજે સવારે હસમુખભાઈ રાઘવજીભાઈ પરેચા નામના ૪૫ વર્ષના ઘુંટુ ગામે રહેતા યુવાનનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ઘુંટુ ગામે બાલાજી ફાર્મ ખાતે મંડપ સર્વિસનું કામકાજ ચલાવતા હસમુખભાઈ પરેચાનું મોત નિપજેલ છે. અને હાલ આ બનાવ કયા કારણોસર બન્યો ? તેની વધુ તપાસ માટે મૃતદેહ કોહવાઈ ગયેલા હોવાથી તેને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં માટેની તજવીજ મોરબી તાલુકો પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
મહિલા-બાળકી સારવારમાં
મોરબીના હળવદ રોડ નીચી માંડલ પાસેના સોનેક્ષ સીરામીક નામના યુનિટમાં મજૂરીકામ કરીને ત્યાં જ લેબર કવાટરમાં રહેતા સુનિતાબેન રામભાઈ રાવત નામની ૨૮ વર્ષની મહિલા કોઈ કારણોસર સીડી ઉપરથી પડી જતા તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.તે રીતે જ મોરબી તાલુકાના પંચાસર ગામે વાડી વિસ્તારમાં પડી જવાથી લક્ષ્મી કનુભાઈ ગણાવા નામની ત્રણ વર્ષની બાળકીને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હોય તાલુકા પોલીસ દ્વારા બંને બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા ગંગાબેન રઘુભાઈ હણ નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવમાં ઈજા થતાં સારવાર માટે તેમને અત્રે આયુષ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યારે કચ્છના ઉદરોડી ગામે દરબારવાસ વિસ્તારમાં રહેતા દર્શનસિંહ સૂર્યસિંહ જાડેજા નામનો ૨૮ વર્ષનો યુવાન મોરબી-વાંકાનેર હાઇવે મકનસર ગામ પાસેથી કારમાં જતો હતો.ત્યાં અચાનક કૂતરું આડુ ઉતરતા કારના સ્ટેરીંગ ઉપર કાબુ ન રહેતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેઓ કચ્છથી વાંકાનેર જતા હતા ત્યારે આ અકસ્માત બનાવ બનેલ જેમાં ઈજા થતાં દર્શનસિંહને પણ અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.
 
From : JIGNESH BHATT (Press Reporter)
Sanj Samachar
MORBI.
Mo. 94277 21546





Latest News