ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગર પાસે આગમાં મળેલ સરકારી અનાજના જથ્થામાં ખાતર માટે જથ્થો લીધેલો હોવાનું ખૂલ્યું


SHARE











મોરબીના યમુનાનગર પાસે આગમાં મળેલ સરકારી અનાજના જથ્થામાં ખાતર માટે જથ્થો લીધેલો હોવાનું ખૂલ્યું
વિવિઘ પ્રસિઘ્ઘ અખબારો અને ડીઝીટલ મીડીયા દ્વારા મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રઘ્ઘા પાર્ક અને યમુના
નગર નજીક આવેલા અનુસૂચિત જાતિના સ્મશાનમાં સરકારી અનાજનો અખાઘ્ય જથ્થો આગ લાગેલ કચરાના ઢગલામાં મળી
આવ્યાબાબતના સમાચાર છે. આગ ઓલવવાની ઘટના સમયે સ્થળ પર જીલ્લા પુરવઠા અઘિકારી, મામલતદારશ્રી મોરબી શહેર
તથા નાયબ જીલ્લા મેનેજર ગ્રેડ-૨ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલ છે. આ જથ્થાના પેકીંગ પર જથ્થો ૨૦૧૯ ના વર્ષનું
હોવાનું ઘ્યાને આવેલ છે.

પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો સરકારી જથ્થો જણાતા આ બાબતની વિવિઘ ટીમો બનાવી તુરંત ઊંડાણ પૂર્વક તપાસ
કરતા ઘટના સ્થળેથી આશરે ૨ કીલોમીટર દૂર એક પ્રાઇવેટ ગોડાઉન માંથી જથ્થો આવેલ હોવાનું મળી આવેલ હતું. જે બાબતે
ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જથ્થો વિનય એગ્રી ટ્રેડ સુરેન્દ્રનગરનો હોવાનું સામે આવેલ છે.સદર જથ્થો વર્ષ-૨૦૧૯/૨૦ માં
આવેલ અતિ વરસાદથી પલળી અખાઘ્ય થયેલ હતો. જેનો નિકાલ કરવા માટે સરકારશ્રીની નિયત પ્રક્રિયા હાથ ઘરી૯૭૩.૭
કિ.વી. જથ્થો વિનય એગ્રી ટ્રેડ સુરેન્દ્રનગર દ્વારાખરીદવામાં આવેલ હતો. સદર પેઢીના વહીવટ કર્તા નજમાબેન આદિલભાઇ
માંડવીયા તથા આદિલભાઇ રફીકભાઇ માંડવીયા એ જથ્થો અત્રેથી મેળવી લીઘેલ હતો. ત્યારબાદ આદિલભાઇ રફીકભાઇ
માંડવીયાનું ડિસેમ્બર-૨૦૨૦ માં અવશાન થયેલ. જેથી સદર જથ્થો સંબંઘિત તેમજ ગોડાઉન ખાતે પડી રહેલ હતો.
તાજેતરમાં સદર પેઢીના વહિવટ કર્તાનાઆદિલભાઇ રફીકભાઇ માંડવીયાના ભાઇ રઉફભાઇ રફીકભાઇ માંડવીયા ગોડાઉન
ખાલી કરવા માટે સદર અનાજના જથ્થો ટ્રેકટરોથી નિકાલ કરવા અર્થે યમુનાનગર ખાતે આવેલ સ્મશાનમાં તથા અમરેલી ગામ
પાસે ડમ્પ કરાવેલ તેમજ તેઓના ગોડાઉન પર જથ્થો પડી રહેલ. જે તે સમયે જથ્થો ખરીદનારે આ જથ્થો ખાતરમાં ઉપયોગ
કરવાની બાંહેઘરી આપેલ છે. જેથીવિનય એગ્રી ટ્રેડના હાલના વહિવટદારને આ જથ્થો સરકારી તંત્રના સંકલનમાં રહી યોગ્ય
પઘ્ઘતી થી સત્વરે નાશ કરવા તાકીદ આપવામાં આવેલ છે. તેમજ જો આ જથ્થો અન્ય જગ્યાએ હોય તો તે પણ તેને યોગ્ય
રીતે નીકાલ કરવા જણાવેલ છે તેવું મોરબી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જૈમિન કાકડિયા દ્વારા રદીયામાં જણાવાયું છે.

------------------------------------------------------------
From :
Himanshu Bhatt (Press Reporter)
Sanj Samachar
MORBI.
Mo. 96620 38298






Latest News