મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છીપીઠમાં દુકાન પાસેના થડા સહિતના દબાણ ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું


SHARE







મોરબીની મચ્છીપીઠમાં દુકાન પાસેના થડા સહિતના દબાણ ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું

મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ મહાપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તે અંતર્ગત જુદાજુદા રોડ ઉપર કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે અને જે વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવેલ છે ત્યાં ફરીથી દબાણો ન કરવામાં આવે તેના માટેની પણ મહાપાલિકાએ પ્લાનિંગ કર્યું છે તેવું કમિશનરે જણાવ્યુ છે.

મોરબી મહાપાલિકા બનેલ છે ત્યારથી કમિશનર દ્વારા ટ્રાફિક સહિતના પ્રશ્નોનાં સમાધાન માટે પહેલા જ સપ્તાહથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને છેલ્લા ચાર માહિનામાં ઘણા મુખ્યમાર્ગો ઉપરથી કાચા પાકા લગભગ 700 થી વધારે નાના મોટા અને કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવેલ છે. અને હજુ પણ આ કામ ચાલી જ રહ્યું છે તેવામાં આજે મોરબીના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં થયેલ દબાણ દૂર કરવા માટે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કાચા પાકા બાંધકામો, દુકાનોના થડા, ઓટલા, છાપરા વિગેરેને દૂર કરવામાં આવેલ છે અને વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરેકહ્યું હતું કે, જે રોડની અગાઉ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યાં પાછા દબાણ ન થાય તેના માટેનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. અને જો કોઈ ફરી પાછા દબાણ કરશે તો તેને તોડી નાખવામાં આવશે.






Latest News