મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કચરા સાથે સરકારી અનાજનો જથ્થો બળી જવા મામલે તપાસનો ધમધમાટ: દોષિત સામે ફોજદારી ફરિયાદ નોંધવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબીમાં કચરા સાથે સરકારી અનાજનો જથ્થો બળી જવા મામલે તપાસનો ધમધમાટ: દોષિત સામે ફોજદારી ફરિયાદ નોંધવા કોંગ્રેસની માંગ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર પાસે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને કચરાના ઢગલામાં આગ લાગી છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા હતા જોકે જે જગ્યા ઉપર આગ લાગી હતી ત્યાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે જેથી કરીને હાલમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. અને સરકારી અનાજનો જથ્થો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો તે તપાસનો વિષય છે જેથી કરીને આ બાબતે તટસ્થ તપાસ કરીને બેદરકાર અધિકારીઓ સામે આકરા પગલાં લેવામાં આવે અને ફોજદારી ફરીયાદ કરવામાં આવે તેવી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવેલ છે

મોરબીના નવલખી રોડ ઉપર યમુનાનગર પાસે અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન આવે છે તેની બાજુમાં બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને ત્યાં પ્લાસ્ટિકનો કચરો સહિતના કચરાના ઢગલા પડ્યા હોવાથી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા જેથી તાત્કાલિક આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને આગને કાબુમાં કરવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે જે જગ્યા ઉપર આગ લાગી હતી ત્યાં પ્લાસ્ટિક અને કચેરાનો ઢગલો છે તેવું સ્થાનિક લોકો પહેલા કહેતા હતા પરંતુ સ્થળ ઉપરથી સરકારી અનાજની ગુણીઓ મોટા પ્રમાણમાં મળી આવી હતી જેથી કરીને અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે.

વધુમાં મળતી વિગત પ્રમાણે સ્થળ ઉપરથી જે અનાજનો જથ્થો મળી આવ્યો છે તેમાં ઘઉં, ચોખા અને દાળનો સમાવેશ થાય છે અને આ જથ્થાને સળગાવવા માટે થઈને આગ લગાવવામાં આવી હતી કે આગ લાગી એટલે સરકારી અનાજ જાહેરમાં ફેંકી દેવામાં આવ્યું છે તેની ઘટના સામે આવી છે આ બંને તપાસનો વિષય બને છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા આગ લાગવાની આ ઘટનામાં સરકારી અનાજનો જથ્થો બળી ગયો છે જેથી તટસ્થ તપાસ કરીને બેદરકાર અધિકારીઓ સામે ફોજદારી ફરીયાદ નોંધાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારી અનાજનો જથ્થો જૂનો હોવાનું હાલમાં દેખાઈ રહ્યું છે પરંતુ આ અનાજ જરૂરિયાત મંદ લોકો સુધી શા માટે ન પહોંચ્યું તે પણ એક તપાસનો વિષય છે






Latest News