મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેનો બનાવ: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનને સમાધાન માટે બોલાવી કરી નાંખી હત્યા, આરોપી સહિત 4 ને ઇજા મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર આયોજિત કેન્સર સ્ક્રીનીગ કેમ્પમાં ૧૦૦ લોકોએ લાભ લીધો મોરબીના ગાળા ગામ પાસે આગ લાગતા કારખાનામાં પડેલો માલ સામાન બળીને ખાખ મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત ફિલ્મી સ્ટંટની જેમ ધડાધડ ફાયરિંગ: મોરબીમાં જૂની માથાકૂટનો ખાર રાખીને સ્કોર્પિયો સહિત 3 કારમાં આવેલા 5 શખ્સોએ કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ, 3 ઇજાગ્રસ્ત સારવારમાં વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં જુદી જુદી બે જગ્યા ખનીજ ચોર ઉપર રેડ: 3.04 કરોડનો મુદ્દામાલ કબજે ટંકારામાં સિક્યુરિટી ગાર્ડની રૂમમાં ઘૂસીને માર મારીને 7 હજારની લૂંટ વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્કોર્પિયોના ચાલકે ઉડાવતા રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

ડોક્ટર હનુમાનના મંદિરે માણહ... માણહ... થશે: મોરબીના ખોખરા હનુમાન માટે કેશવાનંદ બાપુએ કરેલ ભવિષ્ય વાણી સાચી ઠરી, ગુજરાતમાં એક માત્ર 108 ફૂટની હનુમાનજીની મુર્તિ આકર્ષણનું કોન્દ્ર


SHARE













હનુમાનજીના મંદિર તો તમે ઘણા જોયા હશે પરંતુ તમે ડોક્ટર હનુમાન નહીં જોયા હોય.. મોરબી નજીકના બેલા ગામ પાસે ડોક્ટર હનુમાનના નામથી જાણીતા છે ખોખરા હનુમાન. આ મંદિર સાથે લોકો વર્ષોથી આસ્થા સાથે જોડાયેલ છે અને છેલ્લા વર્ષોમાં મંદિરનો અભૂતપૂર્વક વિકાસ થયેલ છે જેથી કરીને હવે આ મંદિરને લોકો દેશ વિદેશમાં ખોખરા હનુમાન હરિહર ધામ તરીકે ઓળખે છે.

આમ તો મોરબીની આસપાસમાં લોકોને હરવા ફરવા માટેનું કોઈ સારું સ્થળ નથી ત્યારે મોરબીની આજુબાજુના વિસ્તારમાં આવેલા દેવા સ્થાનો લોકો માટે આસ્થાના કેન્દ્ર છે તેની સાથોસાથ હરવા ફરવા અને પિકનિક માટેના પોઈન્ટ બની ગયેલ છે જેમાં મોરબીના તાલુકાનાં ભરતનગરથી બેલા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ડોક્ટર હનુમાન કે જેને આજની તારીખે લોકો ખોખરા હનુમાનના નામથી જાણે છે અને દેવાના દર્શન કરવા માટે મોરબી સહિત દેશના ખૂણે ખૂણેથી અને વિદેશથી પણ લોકો ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આવે છે.

આ મંદિરના પટાંગણમાં વર્ષ 2022 માં હનુમાનજી મહારાજની ગુજરાતની સૌથી ઊંચી 108 ફૂટની મુર્તિ મૂકવામાં આવી છે અને ગુજરાતના ગૌરવસમી આ હનુમાનજીની મૂર્તિનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુયલ હાજર રાઇન અનાવરણ કર્યું હતું અને આ ભવ્ય મુર્તિની ખાસ વિશેષતા એ છે કે તેની અંદર એક કે બે લાખ કે કરોડ નહીં પરંતુ કુલ મળીને 8 અબજ રામ નામ લખેલી બુકને મૂકવામાં આવી છે અને આ પ્રકારની રામ નામ લેખેલી બુક મૂકવામાં આવી હોય તેવી હનુમાનજીની ભારતની આ એક માત્ર મુર્તિ છે.

આ મંદિર વિષે માહિતી આપતા મહા મંડલેશ્વર કનકેશ્વરી દેવીએ જણાવ્યુ હતું કે, ખોખરા હનુમાન મંદિર તેઓના ગુરુ સ્વ. કેશવાનંદ બાપુની તપો ભૂમિ છે. અને વર્ષો પહેલા તેઓ જયારે બેલા ગામ પાસે આવ્યા હતા ત્યારે હાલમાં જે જગ્યા ઉપર વિશાળ મંદિર અને ગુજરાતની સૌથી મોટી હનુમાનજી મહારાજની મુર્તિ આવેલ છે ત્યાં વેરાન જંગલ હતુ ચારેય બાજુ બાવળના ઝુંડ હતા અને ત્યાં કેશવાનંદ બાપુએ એક પગે ઉભા રહીને કઠોર સાધના કરી હતી અને તે સમયે ખોખારાનો આવાજ સંભળાયો હતો જેથી કરીને આ હનુમાનજીનું નામ ખોખારા હનુમાન પડ્યું હતું. આજે હનુમાન જયંતિ નિમિતે મોરબી સહિત ગુજરાતના જુદાજુદા જિલ્લામાંથી લોકો ખોખરા હનુમાન કે જેને ડોક્ટર હનુમાન અને ખરેખરા હનુમાન સહિતના નામેથી લોકો જાણે છે. ત્યાં દર્શન કરવા માટે આવી રહ્યા છે.

જયારે કેશવાનંદ બાપુ ત્યાં તપ કરતાં હતા ત્યારે આસપાસના ગામમાં કોઈ વ્યક્તિ બીમાર હોય અને ડોક્ટર પાસે સારવાર કરાવવા છતાં પણ જો તે વ્યક્તિને સારું થતું ન હોય તો કેશવાનંદ બાપુ તપ કરતાં હતા ત્યારે દર્દીને ત્યાં લઈને આવતા હતા અને ત્યાર બાદ ઘણા લોકોને સારું થઈ જતું હતું જેથી કરીને આ હનુમાનજીને મોરબી પંથકમાં લોકો ડોક્ટર હનુમાનના નામથી પણ ઓળખે છે. પહેલા ખોખરા હનુમાન મંદિર નાની ડેરી જેવુ મંદિર હતી અને કોઈપણ પ્રકારની સુવિધા ત્યાં હતી નથી જો કે, કેશવાનંદ બાપુ, કનકેશ્વરી માતાજી અને ખોખરા હનુમાન સાથે જોડાયેલા ભક્તો અને અનુયાયીઓ સહિતાઓ દ્વારા જે પણ દાન આપવામાં આવે છે તેના થકી એક પછી એક સુવિધાઓ વધી રહી છે. એટ્લે જ તો આ મંદિર આજની તારીખે દેવ દર્શનની સાથે લોકોને શાંતિની અનુભીતિ  સહિતની સગવડ માટે પ્રથમ પસંદગી પામે છે.

મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજીએ જણાવ્યુ હતું કે, આ મંદિર જયારે જંગલની વચ્ચે હતું ત્યારે બાપુએ કહ્યું હતું કે એક સમય આવશે કે અહી માણહ ... માણહ... (માણસો, માણસો) થઈ જશે અને એ વાત આજે સાચી ઠરી છે આ હનુમાનજી સાથે લોકો શ્રદ્ધાથી જોડાયેલ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને હનુમાનજી લોકો ધાર્યા કામ પણ કરે છે ત્યારે મંદિરના પટાંગણમાં જે 108 ફૂટ ઊંચી હનુમાનજીન મૂર્તિ મૂકવામાં આવેલ છે તે મુર્તિમાં 8 અબજ જેટલા રામ નામ લખેલ બૂકો મુકવામાં આવી છે. જેથી હનુમાનજીની વિશાળ મુર્તિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

વર્ષો પહેલા ટેકનૉલોજિ કે પછી આધુનિક સારવાર ન હતી ત્યારે આ હનુમાન મંદિર ખાતે ખોખરા હનુમાન કે જેને ડોક્ટર હનુમાન પણ કેવમાં આવે છે તેને અનેક પરચા આપેલ હતા તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ આજની તારીખે ડોકટરોએ દર્દીને સજા થવાની આશા છોડી દીધી હોય તેવા દર્દીઓ અને કોઈપણ પ્રકારની આધિ વ્યાધી કે ઉપાધિમાં ફસાયેલ હોય તેવા ભક્તો જો કરા હદયથી ખોખરા હનુમાનના દર્શન કરીને તેના મનમાં ધાર્યું કામ કરવા માટેનો કે પછી શરરિક પીડાની મુક્તિ માટેનો સંકલ્પ કરે તો તેમાં આજે પણ પરચા મળે છે તે હકકીત છે.






Latest News