મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે


SHARE







મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે

ભારતના (સંવિધાન) બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં સોમવારે .બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા શહેરના રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવશે અને સવારે 9:30 કલાકે શરૂ થઈ મુખ્ય પોસ્ટથી  નગર દરવાજા ચોક થઈ મહાનગરપાલિકા ખાતે આવેલ ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે ફુલહાર કરીને બપોરના 2:30 કલાકે પૂર્ણ કરવામાં આવશે અને મોરબીના ઇતિહાસમાં પહેલીવાર આ શોભાયાત્રામાં ડો.બાબા સાહેબ આંબેડકરજીએ લિખિત બંધારણને હાથીની અંબાળી ઉપર દેશી ઢોલના સથવારે મોરબી શહેરના રેલીના રૂટ પર નીકળશે. ત્યારે આ ભવ્ય શોભાયાત્રામાં  મોરબી શહેરની જાહેર  જનતાને જોડાવા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.






Latest News