મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ફાયરની NOC ન લેનાર 17 શાળાઓને છેલ્લી તાકીદ: માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના સંકેત


SHARE







મોરબી જીલ્લામાં ફાયરની NOC ન લેનાર 17 શાળાઓને છેલ્લી તાકીદ: માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના સંકેત

મોરબી જીલ્લામાં આવેલ શાળામાં ફાયર સેફ્ટીની એનઓસી ન હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને શિક્ષણાધિકારી દ્વારા છેલ્લી તાકીદ કરવામાં આવેલ છે અને હવે જો ફાયર સેફ્ટી માટેનું એનઓસી નહીં લેવામાં આવેલ તો આગામી દિવસોમાં શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના થઈ શકે છે તેવા સંકેતો અધિકારી તરફથી મળી રહ્યા છે.

સરકારના નિયમોનુસાર 500 ચો.મી. કે 9 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતી શાળાઓ માટે ફાયર સેફટી અને એનઓસી ફરજીયાત છે અને દરેક શાળાઓને પુરતો સમય આપવામાં આવેલ છે તો પણ મોરબી જીલ્લામાં આજની તારીખે 6 ગ્રાન્ટેડ, 11 સ્વનિર્ભર શાળાઓમાં ફાયર એનઓસી નથી જેથી તે શાળાઓને એક વખત નહીં ત્રણ વખત નોટીસ આપવામાં આવી છે તો પણ ફાયર સુવિધા રાખવામા આવેલ નથી અને ફાયરની ઓનોસી લેવામાં આવેલ નથી જેથી કરીને કુલ 17 શાળા સંચાલકોને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને છેલ્લી તાકીદ કરવામાં આવી છે અને જે શાળામાં ફાયર સેફટી સીસ્ટમ ઇન્સ્ટોલ નથી ત્યાં ફાયરના સાધનો મૂકવા માટેની તાકીદ કરવામા આવી છે અને જો હવે શાળાના સંચાલકો નિયમોનું પાલન કરશે નહીં તો તેની શાળાની માન્યતા રદ કરવા સુધીની ભલામણ કરવામાં આવશે તેમ અધિકારી જણાવ્યુ છે 

હાલમાં જે શાળાઓને છેલ્લી તાકીદ કરેલ છે તેમાં ભક્તિ શૈક્ષણિક સંકુલ આમરણ- મોરબી,  શ્રી ઉમા કન્યા વિધાલય- હળવદ, રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાયમરી વિધાલય- હળવદ, શ્રી નકલંક વિદ્યાપીઠ- સુખપર, અજંતા વિધાલય- મોરબી, શ્રી નવોદય વિધાલય- ઘૂટું, સમજુબા વિધાલય- નાની વાવડી, શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર (અંગ્રેજી માધ્યમ) પીપળીયા, શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર પીપળીયા,  સંકલ્પ માધ્યમિક વિદ્યાલય- નાની વાવડી, જ્ઞાનદીપ વિધાલય- હડમતીયા, જી.પી. હાઈસ્કૂલ પીપળીયારાજ, જુના ઘાંટીલા હાઈસ્કૂલ- ઘાટીલા, શ્રી એમ.જી. ઉ.બી.માધ્યમિક વિધાલય- જોધપર નદી, સી.એમ.જે હાઈસ્કૂલ- જેતપર, શ્રી મહર્ષિ દયાનંદ વિધાલય- ટંકારા અને શ્રી બી.જે. કણસાગરા હાઈસ્કૂલ- નસીતપર નો સમાવેશ થાય છે.






Latest News