મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટિયા પાસે બાઇકને ટેન્કર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના ટિંબડી પાટિયા પાસે બાઇકને ટેન્કર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતો યુવાન શાક બકાલાની કેરી કરવા માટે જતો હોય ટિંબડી ગામના પાટીયા પાસેથી તે પોતાના ઘર તરફ પરત આવી રહ્યો હતો ત્યારે ટેન્કરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જે બનાવમાં યુવાન અને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા પ્રકાશભાઈ વસંતભાઈ સોમાણી (40) નામનો યુવાન ટિંબડી ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણીના ટેન્કર વાળાએ તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પ્રકાશભાઈ સોમાણીને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવારમાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે તેઓની પાસેથી મળેલ વિગત પ્રમાણે મૃતક પ્રકાશભાઈ શાક બકાલુ વેચવા માટે ફેરી કરતા હોય તેવો પોતાનું કામ પૂરું કરીને રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ટિંબડી ગામના પાટીયા પાસેથી પોતાના ઘર તરફ પાછા આવી રહ્યા હતા દરમ્યાન ટેન્કર ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થતાં તેનું મોત નીપજ્યું છે અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.






Latest News