મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા ત્રણ પાડાને બચાવ્યા: ધોરાજીના બે શખ્સની ધરપકડ


SHARE







મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા ત્રણ પાડાને બચાવ્યા: ધોરાજીના બે શખ્સની ધરપકડ

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલ ગાડીને રોકીને ચેક કરતા તેમાંથી ત્રણ પાડા મળી આવ્યા હતા જેથી તેને બચાવવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જુદા જુદા વિસ્તારમાંથી કતલખાને લઈ જવાતા અબોલ જીવને બચાવવા માટે ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામાં આવતી હોય છે અને વાહનોમાં અબોલજીવને કતલખાને લઈ જતા હોય તેને પકડવામાં આવે છે અને ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે દરમિયાન મળેલી હકીકત આધારે મોરબીની રવિરાજ ચોકડી પાસે વોચ રાખવામાં આવી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ ગાડી નંબર જીજે 11 ટીવી 3446 ને રોકીને ચેક કરી હતી તેમાં ત્રણ પાડાને ક્રૂરતાપૂર્વક બાંધીને ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા વગર લઈ જતાં હતા જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામજીભાઈ શીવાભાઈ મૈડા (23) રહે. રવાપર નદી વાળાએ રામભાઈ ઉકાભાઇ ભારાય (60) રહે. માતાવાડી વિસ્તાર ધોરાજી તથા રાજુભાઈ મંગાભાઈ સોરીયા (35) રહે. જમનાવડ ધોરાજી વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News