મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં વરલી જુગારની ત્રણ રેડ: રોકડ સાથે ત્રણ શખ્સ પકડાયા


SHARE







વાંકાનેર શહેર-તાલુકામાં વરલી જુગારની ત્રણ રેડ: રોકડ સાથે ત્રણ શખ્સ પકડાયા

વાંકાનેર શહેર અને તાલુકામાં વરલી જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે આરોપીઓની રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના મીલ પ્લોટ ચોક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (40) રહે. ડબલ ચાલી મિલ પ્લોટ વાંકાનેર વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,370 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં રામદેવ હોટલની પાછળમાં જાહેરમાં વરલીના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી લક્ષ્મણભાઈ રાજુભાઈ સારદિયા (20) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 540 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે સેંસો ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દશરથભાઈ તલાભાઈ સનુરા (26) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 560 ની રોકડ કબજે કરી હતી અને જુગારના બે ગુના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News