મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડીએ ટ્રક ચાલકે હડફેટે લેતા રસ્તો ઓળંગતા યુવાનનું મોત


SHARE











હળવદની સરા ચોકડીએ ટ્રક ચાલકે હડફેટે લેતા રસ્તો ઓળંગતા યુવાનનું મોત

હળવદની સરા ચોકડી પાસે ધાંગધ્રા હાઈવે રોડ ઉપર રસ્તો ઓળંગતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાશી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી અને હાલમાં ગુણાતીતપુરા ગામની સીમમાં તુલસીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સતીશકુમાર લાલાભાઇ પટેલિયા (22)એ ટ્રક નંબર જીજે 12 બીઝેડ 4409 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના કાકા રાકેશભાઈ સોમાભાઈ પટેલિયા અને કાકી મીનાબેન બંને ગુણાતીતપુરા ગામથી વતન ડોળી લીમડા જવા માટે થઈને નીકળ્યા હતા અને બંને ભચાઉથી ભુજ દાહોદ વાડી બસમાં બેઠા હતા દરમિયાન હળવદની ક્રિષ્ના હોટલે બસ ઉભી હતી અને રાકેશભાઈ ત્યાંથી નીકળીને ચાલીને હળવદની સરા ચોકડી પાસે જૂની એસબીઆઇ બેન્ક પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીના કાકાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાના હવાલા વાળો વાહન લઇને સ્થળ ઉપરથી નાશી ગયેલ હોય હાલમાં મૃતકના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News