મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બાળ ભિક્ષાવૃત્તિ કરાવતા વાલીની અટકાયત કરી બાળકો તેમજ વાલીને કાયદાની સમજ અપાઈ


SHARE







મોરબીમાં બાળ ભિક્ષાવૃત્તિ કરાવતા વાલીની અટકાયત કરી બાળકો તેમજ વાલીને કાયદાની સમજ અપાઈ

મોરબી જિલ્લાનાં માળિયા તાલુકા ખાતે માળીયા (મીંયાણા) તરફ જતા જામનગર હાઈવે પરના રેલ્વે ફાટક પર બાળકોની ટોળકી પાસેથી પસાર થતા વાહનોમાં રોડ ઉપર ઉભા રહી ભિક્ષાવૃતિ કરાવાતી હોવાની બાતમી મળી હતી.

આ પ્રકારની બાતમી મળતા મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ  જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ તથા પોલીસ વિભાગના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ સાથે રહી ભિક્ષાવૃતિ અંગે ડ્રાઈવ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન એક જ પરિવારના ૦૪ બાળકો ભિક્ષાવૃતિ કરતા જણાયા હતા જેના પગલે વાલીને અટકાયત કરી આગળની કાર્યવાહી અર્થે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આપવામાં આવ્યા હતા. બાળ કિશોર (કેર એન્ડ પ્રોટેક્શન) ન્યાય અધિનિયમ ૨૦૧૫ તેમજ ભિક્ષાવૃતિ અધિનિયમ ૧૯૫૯ મુજબ ભિક્ષા માંગવી કે મંગાવવી એ ગુનો બનતો હોય જેથી ભિક્ષાવૃતિ ન કરવા કે ન કરાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાની યાદીમાં જણાવાયું છે.






Latest News