મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા ન છોડવામાં આવતા મહાપાલિકાએ કર્યું ડિમોલેશન


SHARE







મોરબીમાં ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા ન છોડવામાં આવતા મહાપાલિકાએ કર્યું ડિમોલેશન

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર ખાનગી બાંધકામો કરવામાં આવી રહ્યા છે તેવામાં લખધીરવાસ ચોક પાસે થઈ રહેલા ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા છોડવામાં આવી ન હતી જે અંગેની મહાપાલિકામાં રજૂઆત અને ફરિયાદ કરવામાં આવતા મહાપાલિકાની ટીમ દ્વારા માર્જિનની જગ્યામાં કરવામાં આવેલા બાંધકામને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી

મોરબી મહાપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ રહેણાંકકોમર્શિયલ અને બહુમાળી બાંધકામો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીના લખધીરવાસ ચોક પાસે બળદેવભાઈ વીડજા નામના વ્યક્તિ દ્વારા બહુમાળી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં સ્થાનિક લોકોમાંથી કોઈએ આ બહુમાળી બાંધકામ ગેરકાયદેસર મંજૂરી વગર થતું હોવા અંગેની મહાપાલિકામાં રજૂઆત અને ફરિયાદ કરી હતી જેને ધ્યાનમાં રાખીને મહાપાલિકાની ટીમ દ્વારા એક મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેના દ્વારા માર્જિનની જગ્યામાં કરવામાં આવેલા બાંધકામને દૂર કરવામાં આવ્યુ ન હતુ જેથી કરીને આજે મહાપાલિકાનું બુલડોઝર લખધીરવાસ ચોકમાં પહોંચ્યું હતું અને ત્યાં આસામી દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામમાં માર્જિનની જગ્યા ઉપર કરેલા બાંધકામને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુમાં મહાનગરપાલિકાના ઇજનેર વિનય ગાયકવાડએ જણાવ્યું હતું કે રોડની પહોળાઈ મુજબ બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવતી હોય છે અને જે જગ્યા ઉપર હાલમાં ડિમોલેશન કરવામાં આવી છે ત્યાં ચાર માળથી વધુની બાંધકામની મંજૂરી મળી શકશે નહીં






Latest News