મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બાઇક રિપેરિંગના બાકી રૂપિયા વસૂલ કરવા માટે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી, ત્રણ શખ્સ સામે ફરિયાદ


SHARE











મોરબીમાં બાઇક રિપેરિંગના બાકી રૂપિયા વસૂલ કરવા માટે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી, ત્રણ શખ્સ સામે ફરિયાદ

મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસ સોસાયટીમાં રહેતા યુવાને ગેરેજમાં પોતાનું બાઈક રીપેર કરાવ્યું હતું અને તેનું 10,000 રૂપિયાનું બિલ થયું હતું જે પૈકીના 3,000 આપી દીધા હતા જોકે બાકીના રૂપિયા આપવાના બાકી હતા તેની ઉઘરાણી કરવા માટે થઈને ગેરેજવાળા સહિત કુલ ત્રણ શખ્સો યુવાનના ઘરે ગયા હતા અને તેને ઘરની બહાર બોલાવ્યો હતો. ત્યારે યુવાને બે દિવસમાં રૂપિયા આપી દેવાનું કહ્યું હતું જેથી ઘરે આવેલા ત્રણેય શખ્સોએ તેને ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયેલા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારે એક શખ્સે હાથમાં પહેરેલ કડુ યુવાનને કપાળના ભાગે માર્યું હતું અને ડાબા કાન ઉપર ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના પીપળી ગામની નજીક આવેલ માનસ ધામ સોસાયટી-1 માં રહેતા પ્રવીણભાઈ દેવશીભાઈ ટુંડિયા (41)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાલાભાઇ મેવાળા રહે. પીપળી ગામની સામે માનસ ધામ સોસાયટી મોરબી, રાકેશભાઈ આહીર અને રાજકુમાર નામના ત્રણ વ્યક્તિઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, લાલાભાઇ મેવાડાનું પાવળીયારી પાસે બજરંગ ગેરેજ આવેલ છે ત્યાં ફરિયાદીએ પોતાનું બાઈક નંબર જીજે ઈડી 5769 રીપેર કરાવ્યું હતું જેનું 10,000 રૂપિયાનું બિલ થયું હતું તે પૈકી 3,000 રૂપિયા ફરિયાદીએ આપી દીધા હતા અને બાકીના 7,000 રૂપિયા આપવાના બાકી હતા જે રૂપિયાની અવારનવાર લાલાભાઇ દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને ગત તા. 16/ના રોજ લાલાભાઇ સહિત ત્રણે શખ્સો ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને તેને ઘરની બહાર બોલાવીને રૂપિયાની માંગણી કરી હતી ત્યારે ફરિયાદીએ બે દિવસમાં રૂપિયા આપી દેવાનો કહ્યું હતું જેથી ત્રણેય આરોપીઓએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય શખ્સોએ ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ લાલાભાઇએ હાથમાં પહેરેલ કડુ ફરિયાદીને કપાળના ભાગે મારીને ઇજા કરી હતી તેમજ ડાબા કાન ઉપર ઝાપટ મારીને જા કરી હતી તેમજ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે.

એક બોટલ દારૂ

મોરબીના જેલ રોડ ઉપર વાઘપરના નાકા પાસેથી બાઈક નંબર જીજે 3 બી એલ 6813 લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ તથા 25,000 રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને 25,300 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી પ્રતિકભાઇ દિલીપભાઈ સોનાગ્રા (32) રહે. જેલ રોડ વાઘપરાના નાકા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલ તેણે બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રહે. પરસોતમ ચોક મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરનામાનો ભંગ

વાંકાનેરમાં ગાયત્રી મંદિર સામે માફાતિયાપરા વિસ્તારમાં મહિલાના કબજા ભોગવટાવાળી મિલકત તેને કોઈપણ પ્રકારના ભાડા કરાર વગર ભાડે આપેલ હતી અને તે અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી ન હતી જેથી જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ રૂકશાનાબેન સલીમભાઈ ખલીફા રહે. ભાટિયા સોસાયટી મદ્રેસા પાસે વાંકાનેર વાળાની સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News