ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના વરમોરા પરિવાર દ્વારા પિતાની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન


SHARE







મોરબીના વરમોરા પરિવાર દ્વારા પિતાની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં સનહાર્ટ ગ્રુપથી જાણીતા સીરામીક ઉદ્યોગ પરિવારના માતુશ્રી ગૌરીબેન ગણેશભાઈ વરમોરા પરિવારના આર્થિક સહયોગથી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

વરમોરા પરિવારના મોભી સ્વ.ગણેશભાઇ વરમોરાની પુણ્યતિથી નિમિત્તે ડો.હસ્તલેખાબેન મહેતાના એક દિવસીય મેડીકલ કેમ્પ (૧૬૪ મો કેમ્પ) યોજાયો હતો.તેમજ સંત પ્રેમપ્રકાશ સ્વામીના માર્ગદર્શન દ્વારા ચાલતી  સંસ્કાર બ્લડ બેંક દ્રારા રક્તદાન કેમ્પનું આયોજન સનહાર્ટ ગ્રુપ જયસન સિરામિક, નેશનલ હાઇવે, ઢુવા જી.મોરબી ખાતે કરવામાં આવ્યું હતુ.આ મેડીકલ કેમ્પમાં આવેલ દર્દીઓને ત્રણ દિવસની દવા, વજન તેમજ જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપેલ.આ કેમ્પ અંતર્ગત રક્તદાન કેમ્પમાં સ્વેચ્છાએ રક્તદાન માટે રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા અને માત્ર બે કલાકમાં જ ૭૮ બોટલ જેટલું કલેક્શન થઈ ગયું અને બાદમાં કુલ ૧૦૧ બોટલ જેટલું રક્તદાન થયું.આ કેમ્પને સફળ બનાવવા માટે ગણેશબાપા પરિવારના તેમના પુત્ર ગોવિંદભાઈ વરમોરા તથા પરિવારના સભ્યો તેમજ સિરામિક સ્ટાફ દ્વારા સુંદર શિસ્તબદ્ધ આયોજન કરાયુ હતુ.સાથે સંસ્કાર બ્લડ બેંકના સ્ટાફ તેમજ સમગ્ર ટીમએ સુંદર કામગીરી કરેલ. જયસુખભાઈ ભાલોડિયા દ્વારા કુદરતી બક્ષિશ સમાન પોઇન્ટ દબાવીને વિશિષ્ટ પ્રકારની સારવારથી દર્દીઓને દર્દમાં રાહતનો અનુભવ કરાવ્યો હતો.કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, કેતનભાઈ મહેતા, બિંદુબેન દવેએ સેવા આપી હતી.






Latest News