ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના ટીકર રોડે 119 બિયર ભરેલ ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 1.64 લાખનો મુદામાલ કબજે


SHARE











હળવદના ટીકર રોડે 119 બિયર ભરેલ ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 1.64 લાખનો મુદામાલ કબજે

હળવદ તાલુકાના ટીકર રોડ ઉપર આવેલ વિચારી તળાવ પાસેથી પસાર થતી અલટો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી બિયરના 119 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે બિયર અને ગાડી મળીને 1,64,875 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ટીકર રોડ ઉપર આવેલ વિચારી તળાવ પાસેથી અલ્ટો ગાડી નંબર જીજે 13 એએચ 9896 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી બિયરના 119 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 14,875 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો તથા દોઢ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 1,64,875 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં જઈ રહેલ આરોપી રાજુ ઉર્ફે લંગડો નાગરભાઈ સુરાણી (25) તથા અરવિંદભાઈ ચંદુભાઈ મકવાણા (21) રહે બંને ટીકર વાળાની ધરપકડ કરેલ છે એના બંને શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેઓએ ગાડીમાં ભરેલ બિયરનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News