મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ગામે બારી તોડીને તસ્કરે ઘરમાંથી કરી 1.30 લાખના દાગીનાની ચોરી


SHARE







હળવદના વેગડવાવ ગામે બારી તોડીને તસ્કરે ઘરમાંથી કરી 1.30 લાખના દાગીનાની ચોરી

હળવદના વેગડવાવ ગામે યુવાનના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાં પાછળની બારી તોડીને પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાંથી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી 1.30 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જુના વેગડવા ગામે રહેતા અને ખેતી કામ કરતા નરેશભાઈ માંડણભાઈ ગોયલ (37)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, ગત તા. 3/3/25 ના રાતના 1 થી સવારના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્ય શખ્સ દ્વારા તેના મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને ઘરમાં પાછળના ભાગે આવેલ બારી તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઘરમાં રાખવામાં આવેલ તિજોરીમાંથી સોનાના 35 ગ્રામના દાગીના જેની કિંમત 1.05 લાખ રૂપિયા તથા ચાંદીના 500 ગ્રામ વજનના દાગીના જેની કિંમત 25,000 આમ કુલ મળીને 1,30,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થયેલ છે જેથી આ બનાવની ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાંધલ ચલાવી રહ્યા છે






Latest News