ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના નટરાજ ફાટક પાસે બોલેરોના ચાલકે સ્કૂટીને હડફેટે લેતા ઇજા પામેલ બાળક અને બે મહિલા સારવારમાં


SHARE











મોરબીના નટરાજ ફાટક પાસે બોલેરોના ચાલકે સ્કૂટીને હડફેટે લેતા ઇજા પામેલ બાળક અને બે મહિલા સારવારમાં

મોરબીમાં નટરાજ ફાટક પાસેથી સ્કૂટી પસાર થઈ રહયું હતું ત્યારે બોલેરો ગાડીને ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સ્કૂટી ઉપર જઈ રહેલ બે મહિલા અને એક બાળક આમ કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા થતા ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પૂજાબેન કરણભાઈ સલામી (25), દિવ્યાબેન સુરેશભાઈ સલામી (22) અને અભિ કરણભાઈ સલામી (7) નામના ત્રણ વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઈજા થતા ઇજા પામેલ ત્રણેય વ્યક્તિને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે બપોરના 2:00 વાગ્યાના અરસામાં સ્કુટી ઉપર બંને મહિલા અને બાળક મોરબીના નટરાજ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેઓના સ્કૂટીને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલ બાળક સહિતના ત્રણે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.

રિક્ષા પલટી મારી ગઈ

મોરબીના મયુર પુલ ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રીક્ષા પલટી મારી જતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બચુભાઈ પ્રભુભાઈ કોળી (73) રહે. ઘૂટું તથા કયુભાઈ આસિફભાઈ (23) રહે. વીસીપરા મોરબી વાળાઓને ઇજા થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News