ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE











મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલ આધેડના બાઇકને અજાણ્યા ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં આધેડને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના રહેવાસી સમીમખાન બુખારખાન પઠાણ (50) નામના આધેડ બાઈક લઈને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આધેડને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ સૂત્ર પાસેથી મળતી પ્રમાણે મૃતક આધેડ ક્રેન સર્વિસનું કામ કરતા હતા અને બાઇક લઈને તેઓ મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને અજાણ્યા ટ્રેલર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ગંભીર ઇજા થવાથી આધેડનું મોત નીપજ્યું છે જેથી પોલીસે મૃતક આધેડના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે

અકસ્માતમાં બાળકને ઇજા

માળીયા તાલુકાના કુંભારીયા ગામે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ક્ષ અરવિંદભાઈ પંચાસરા (14) નામના બાળકને રણછોડભાઈના મકાન પાસેથી તે પસાર થતો હતો ત્યારે પગપાળા ચાલીએ જતાં બાળકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બાળકને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક આવેલ એક્ઝોટિકા સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અજયભાઈ કોમલભાઈ રાવત (24) નામનો યુવાન સીડી ઉપરથી અચાનક પડી જતા તેને ઈજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 






Latest News