મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના નેકનામ હમીરપર રોડ ઉપર બોલેરો ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











ટંકારા તાલુકાના નેકનામ હમીરપર રોડ ઉપર બોલેરો ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેકનામ હમીરપર રોડ ઉપર થોડા દિવસો પહેલા બોલેરો ગાડીના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ધ્રોલ તાલુકાના રોજિયા ગામે હરિભાઈ ડાંગરની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ભાનુભાઈ ધનસિંહભાઈ કલેસ (35)એ બોલેરો ગાડી નંબર જીજે 36 વી 0302 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા 19/2 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તેનો નાનો ભાઈ સુરસિંહ ધનસિંહભાઈ કલેશ (26) બાઈક નંબર જીજે 3 ઇજે 9416 લઈને નેકનામ હમીરપર રોડ ઉપર આવેલ કિસાન કોટન જીન સામે રસ્તા ઉપર થી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેનુ મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.એસ.પરમાર ચલાવી રહ્યા છે.






Latest News