મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રેનની હડફેટે ચડી જતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબી નજીક ટ્રેનની હડફેટે ચડી જતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશનથી ભડીયાદ તરફ જવાના રસ્તા ઉપર રેલવે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થતી હતી ત્યારે તેની હડફેટે યુવાન ચડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હોય પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાર બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ સોઓરડી વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા વિજયભાઈ લાલજીભાઈ સોલંકી (37) નામનો યુવાન ગત તા. 4/2 ના રોજ રાત્રિના સવા નવેક વાગ્યાના અરસામાં નજરબાગ રેલવે સ્ટેશનથી ભડીયાદ તરફ જવાના રસ્તા ઉપર આવેલ રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી તેને ગંભીર જાઓ થઈ હોવાના કારણે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું છે જેથી અકસ્માત મૃત્યુના બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News