મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

બજેટ ૨૦૨૫એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા


SHARE







બજેટ ૨૦૨૫એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા

ખેડૂતો યુવાને અને મહિલાઓને આકૃષિત કરતું ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું બજેટ આજરોજ નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું હતું જેને કચ્છનાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ આવકરતા જણાવ્યું હતું કે ૩.૭૦ લાખ કરોડનું ગુજરાતના સર્વાંગી વિકાસ દર્શાવતું બજેટ આરોગ્ય, શિક્ષણ, ધર્મ સ્થળોના વિકાસ, આદિજાતિ, ઉર્જા, દરેક ક્ષેત્રને આવકારતું પ્રજાહિત લક્ષી બજેટ છે.શિક્ષણ વિભાગ માટે ૫૯,૯૯૯ કરોડ, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે ૬૮૦૭ કરોડ, આરોગ્ય વિભાગ માટે ૨૩,૩૮૫ કરોડ,મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ૭૬૬૮ કરોડ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે ૨૭૧૨, રમત - ગમત - યુવા વિભાગ માટે ૧૦૯૩ કરોડની જોગવાઈ, આંગણવાડી માટે ૨૭,૪૪,૮૨૭ કરોડની જોગવાઈ, ૩ લાખથી વધુ આવાસ બનાવશે.આઈ.ટી.આઈ અપગ્રેડ માટે ૪૫૦ કરોડની જોગવાઈ, મહિલાઓના આત્મનિર્ભરતા માટે ૧૦૦ કરોડની જોગવાઈ, શહેરી વિકાસ વિભાગ માટે ૩૦,૩૨૫ કરોડની જોગવાઈ, પંચાયત અને ગ્રામ વિકાસ માટે ૧૩,૭૭૨ કરોડની જોગવાઈ, જળ સંપતિ વિભાગ માટે ૧૩,૩૬૬ કરોડની જોગવાઈ, વાહન વ્યવહાર અને બંદર વિભાગ માટે ૪૨૮૩ કરોડ, કૃષિ અને સહકાર વિભાગ માટે ૨૨,૪૯૮ કરોડ, મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે ૪૭૫ કરોડ, પશુ આરોગ્ય સેવાઓ માટે નવા ૨૫૦ પશુ દવાખાના બનશે, કચ્છ, અમદાવાદ, જુનાગઢ ખાતે મેગા ફૂડ પાર્કનું આયોજન, ખેડૂતોને વીજ સહાય માટે ૧૦,૬૧૩ કરોડ, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી સહાય માટે ૮૦૦ કરોડ જે આવકારવા દાયક છે તેમ   વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું.






Latest News