મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ખાતે કારકિર્દીલક્ષી 12 સેમીનાર યોજાયા


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ખાતે કારકિર્દીલક્ષી 12 સેમીનાર યોજાયા

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ભણતા ધો. 9થી 12 ના વિદ્યાર્થીઓએ માટે છેલ્લા દોઢ માસના જુદાજુદા શૈક્ષણિક કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને 12 જેટલા વિદ્યાર્થીઓએ માટે ઉપયોગી સેમિનારમાં તેઓને જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતું. જે સેમિનારો યોજવામાં આવેલ છે તેમાં સેવ વુમન ફોર સાયલન્ટ કીલર સેમિનારમાં સિંધવ શોભનાબેન અને પરમાર બીનાબેનએ માર્ગદર્શન આપ્યું હતું, તાલુકા પોલીસ સ્ટેશન વિઝીટ કરી હતી ત્યારે પીઆઇ એન.આર. મકવાણાએ માર્ગદર્શન આપ્યું હતું, ફાયર સેફટી ટ્રેનિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેમિનારમાં શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, ટ્રાફિક જાગૃતિ અંગે અને વાહન સેફ્ટી સેમિનારમાં બી ડિવિઝનના પીએસઆઈ એસ.વી.સમાણી અને બી.એ.ગઢવી દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, મિશન માર્ચ-2025 સેમિનારમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુકલે માર્ગદર્શન આપ્યું હતું, ફેશન ડિઝાઇન માટેના સેમિનારમાં હેતલબેન જોશીએ માર્ગદર્શન આપ્યું હતું, એરફોર્સ સેમિનારમાં દિવ્યરાજસિંહ રાણા (સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, નોન ટેકનિકલ વિભાગ)એ માર્ગદર્શન આપ્યું હતું, ITI સેમીનારમાં મનોજભાઈ પરમારએ માર્ગદર્શન આપ્યું હતું, C.A. સેમિનારમાં CA મૌલિકભાઈ ટોલિયાએ માર્ગદર્શન આપ્યું હતું, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટના સેમીનારમાં CA હાર્દિકભાઈ વ્યાસએ માર્ગદર્શન આપ્યું હતું, SSIP  Seminarમાં હર્ષદભાઈ સંતોક તેમજ શક્તિભાઈ ગોહિલ અને આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમમાં ડોલીબેન વડાવિયાએ માર્ગદર્શન આપ્યું હતું, તેવી માહિતી શાળાના સંચાલકે આપેલ છે.






Latest News