મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી શહેરના નાગરિકો પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડીમાન્ડ સર્વેમાં ઓનલાઈન અરજી કરી શકશે


SHARE













મોરબી શહેરના નાગરિકો પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડીમાન્ડ સર્વેમાં ઓનલાઈન અરજી કરી શકશે

મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ અંતર્ગત ઘર વિહોણા લોકો માટે એફોર્ડબલ હાઉસીંગ પાર્ટનરશીપ (AHP) અને જે લોકો કાચું મકાન, અર્ધ કાચું મકાન કે પ્લોટ ધરાવે છે, તેઓ બેનીફીશીયરી લીડ કન્સ્ટ્રશન (BLC) ઘટક અન્વયે ઓનલાઈન ડીમાન્ડ સર્વે માટે નોંધણી કરાવવા સરકારની સૂચના અનુસાર વેબપોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

તેમ નોંધણી માટે નિયમોનુસાર દસ્તાવેજી પુરાવાઓ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. આ અંગે વિગતવાર માહિતી આ વેબપોર્ટલ લીંક https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx તેમજ મોરબી નગરપાલિકા કચેરીના આવાસ યોજના વિભાગમાંથી મેળવી શકાશે. મોરબી શહેરના મહત્તમ નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા અંગે મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ PMAY CLTC, આવાસ વિભાગ, મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News