મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે પરણીતાએ પતિ-જેઠના ત્રાસથી કર્યો’તો આપઘાત: ગુનો નોંધાયો


SHARE







મોરબીના મકનસર ગામે પરણીતાએ પતિ-જેઠના ત્રાસથી કર્યો’તો આપઘાત: ગુનો નોંધાયો

મોરબી તાલુકાના મકસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતા દ્વારા તેના જમાઈ સહિત બે શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીશરૂ કરે છે

જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેવસર ગામના રહેવાસી ભગવાનજીભાઈ મૂળાજીભાઈ દવે (59) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ કિશનભાઇ મુળાજીભાઈ જોશી અને તેની દીકરીના જેઠ હામથાજી મુળાજી દવે રહે. બંને પ્રેમજીનગર મકનસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓ તેની દીકરી રસીલા ઉર્ફે જયશ્રીને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને અવારનવાર ફરિયાદીની દીકરીને તેના પતિ દ્વારા ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો અને જેઠ હામથાજીએ ફરિયાદીની દીકરી સાથે ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને દુઃખ ત્રાસથી કંટાળીને ફરિયાદીની દીકરીએ ગત્ત તા. 7/2 ના રોજ પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ અને જેસામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News