મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે ભરાયેલ ફોર્મમાંથી ભાજપના એક સહિત 7 અને હળવદમાં કોંગ્રેસ-બસપાના એક-એક સહિત 3 ફોર્મ રદ


SHARE









વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે ભરાયેલ ફોર્મમાંથી ભાજપના એક સહિત 7 અને હળવદમાં કોંગ્રેસ-બસપાના એક-એક સહિત 3 ફોર્મ રદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે અને મોરબી જિલ્લામાં હળવદ તેમજ વાંકાનેર નગરપાલિકાની 56 બેઠકો માટેની ચૂંટણી યોજવાની છે તેના માટે કુલ મળીને 128 આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા જે ફોર્મની આજે ચકાસણી કરવામાં આવી હતી ત્યારે હળવદ પાલીકમાં માટે ભરાયેલા ફોર્મમાંથી 3 અને વાંકાનેર પાલિકા માટે ભરવામાં આવેલા ફોર્મમાંથી ભાજપના એક સહિત કુલ 7 ફોર્મ રદ કરવામાં આવેલ છે. અને મંગળવારે ફોર્મ પાછા ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે ત્યાર બાદ ચૂંટણીની ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી જાહેર થયેલ છે જેના માટે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ મળીને 128 આગેવાનો દ્વારા તેના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા તેની સોમવારે ચકાસણી કરવામાં આવી હતી ત્યારે વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો 7 વોર્ડ ની 28 બેઠક માટે કુલ મળીને 53 ફોર્મ ભરાયેલ હતા જો કે, વોર્ડ નંબર 1 માં ભાજપના ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરેલ છે જેથી તે ચારેય ફોર્મ માન્ય થઈ જતાં તે બિન હરીફ થઈ ગયેલ છે જો કે, 7 વોર્ડ માટે કુલ મળીને 53 ફોર્મ હતા તેમાંથી ભાજપના વોર્ડ નંબર 7 ના મહિલા ઉમેદવારને બે કરતાં વધુ સંતાન હોવાથી તેના ફોર્મ સામે વાંધો લેવામાં આવતા તે ફોર્મને રદ કરવામાં આવેલ છે. અને અન્ય ફોર્મમાં પક્ષના મેન્ડેડ ન હોવાથી કુલ મળીને 7 ફોર્મ રદ કરવામાં આવેલ છે હલમ જે માન્ય ફોર્મ છે તેમાં વોર્ડ નંબર 1 માં 4, વોર્ડ નંબર 2 માં 9, વોર્ડ નંબર 3માં 8, વોર્ડ નંબર 4માં 8, વોર્ડ નંબર 5 માં 5 વોર્ડ નંબર 6 માં 6 અને વોર્ડ નંબર 7 માં 6 ઉમેદવારી પત્રો માન્ય થયેલ છે

આવી જ રીતે હળવદ નગરપાલિકાની વાત કરીએ તો કુલ મળીને 28 બેઠકો માટે 75 જેટલા આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા અને તેમાં વોર્ડ નંબર 2 માંથી બસપાના મહિલા ઉમેદવાર તેમજ વોર્ડ નંબર 4 માંથી કોંગ્રેસનાં એક ઉમેદવાર અને વોર્ડ નંબર 7 માંથી કોંગ્રેસનાં ડમી ઉમેદવાર આમ કુલ મળીને 3 ફોર્મને રદ કરવામાં આવેલ છે જો કે, માન્ય ફોર્મની વાત કરીએ તો  વોર્ડ નંબર 1 માં 9, વોર્ડ નંબર 2 માં 9, વોર્ડ નંબર 3 માં 12, વોર્ડ નંબર 4 માં 8, વોર્ડ નંબર 5 માં 10, વોર્ડ નંબર 6 માં 13 અને વોર્ડ નંબર 7 માં 11 આગેવાનોનો સમાવેશ થાય છે. આમ હળવદ પાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બસપા તથા આમ આદમી પાર્ટી વચ્ચે જંગ થશે. તેવું હાલમાં દેખાઈ રહ્યું છે અને મંગળવારે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે જેથી કરીને કાલે સાંજે બંને પાલિકા માટે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News