મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પા પાર્લર-મસાજ પાર્લરના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિદ્ધ


SHARE







મોરબીમાં સ્પા પાર્લર-મસાજ પાર્લરના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં તથા ઔધોગિક વિસ્તારોમાં સ્પા પાર્લર/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા રહેલી હોય છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવા સ્પા પાર્લર-મસાજ પાર્લરની આડમાં ગુનાહિત કૃત્યો કરવામાં આવે છે અને તે જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે. તેથી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા સ્પાપાર્લર અને મસાજ પાર્લરના નિયમન અને નિયંત્રણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા પાર્લર અને મસાજ પાર્લરોના માલિકો તેમજ આવા સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ્સ તથા રેકોર્ડીંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરીયા ફરજિયાત રાખવાનું રહેશે. તેમજ ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોડીંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઑફિસરએ રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ માલિક અને કર્મચારીની સંપૂર્ણ માહિતી સાથેની વિગત દર્શાવવાની રહેશે. અને તે વિગત સંબંધિત પોલીસ સ્ટેશનમાં કોરા કાગળ ઉપર લખીને જમા કરાવવાની રહેશે. પ્રતિબંધાત્મક જાહેરનામું તા. ૩૧/૦૩ સુધી અમલમાં રહેશે.






Latest News