મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રેલવે રિકૃમેન્ટમાં અરજી કરવા આહવાન


SHARE







મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રેલવે રિકૃમેન્ટમાં અરજી કરવા આહવાન

મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી જિલ્લાના યુવાનોને વધુને વધુ સરકારી સર્વિસ પ્રાપ્ત થાય એ માટે સતત પ્રયત્નશીલ છે.એ માટે તેઓ અવારનવાર વિવિધ કાર્યક્રમો કરતા રહે છે.ગર્વમેન્ટ જોબ રિકૃમેન્ટનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ માટે તાજેતરમાં રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી લેવલની અલગ અલગ ૩૨,૪૩૮ જેટલી પોસ્ટ ઉપરની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે.

જરૂરિયાતમંદ લોકો વધુમાં વધુ ફોર્મ ભરી શકે અને જાણકારી મેળવી શકે તે હેતુથી આઈટીઆઈ, દશ ધોરણ પાસ અને જેમની ઉંમર તા.૧-૭-૨૫ ના રોજ ૧૮ વર્ષ થતી હોય એવા યુવાનો વધુમાં વધુ ગામના વી.સી.ઈ. કે સાયબર કાફેમાં રેલ્વે રીકરૂટમેન્ટ બોર્ડની સાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરે તે માટે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ તેમજ શિક્ષકોના તમામ સંગઠનો હોદેદારોની મિટિંગ રાખી સૂચના આપેલ છે અને મોરબી જિલ્લાના જુદા જુદા ૩૫ થી ૫૦ ગામમો જ્યાં લાઈબ્રેરી ખોલેલ છે.ત્યાંથી આ પરીક્ષા માટેનું સાહિત્ય પણ મળી રહેશે અને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે.તૈયારી માટે પેપરો પણ તૈયાર કરાવવામાં આવશે.તો મોરબી જિલ્લામાંથી યુવાનો વધુને વધુ ફોર્મ ભરે અને યુવાનોનું રેલ્વેની નોકરીમાં સિલેક્શન થાય એ માટે આહવાન કર્યું છે.






Latest News