તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નવા મકનસર ગામે બાકી વિજ બીલની રિકવરી માટે ગયેલ જુનિયર ઈજનેર સહિતના બે કર્મચારી ઉપર ધારીયા વડે હુમલો


SHARE











મોરબીના નવા મકનસર ગામે બાકી વિજ બીલની રિકવરી માટે ગયેલ જુનિયર ઈજનેર સહિતના બે કર્મચારી ઉપર ધારીયા વડે હુમલો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નવા મકનસર ગામે વીજ ગ્રાહકનું બિલ બાકી હોવાના કારણે તેની રિકવરી માટે જુનિયર ઈજનેર સહિતના બે કર્મચારીઓ ત્યાં સ્થળ ઉપર ગયા હતા ત્યારે ઘરધણી અને તેના દીકરા તથા ભાઈએ બોલાચાલી, ઝઘડો કરીને ગાળો આપી હતી અને ધારીયાવડે હુમલો કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વીજ કંપનીના જુનિયર ઈજનેર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લામાં વીજ કંપનીના અધિકારી અને કર્મચારી ઉપર અવારનવાર હુમલા કરવામાં આવતા હોય તેવી ઘટનાઓ બનતી હોય છે તેવામાં થોડા દિવસો પહેલા હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ માટે ગયેલ વિજ કંપનીની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મોરબી તાલુકાના બરવાળા ગામે બાકી વિજ બિલની રિકવરી માટે થઈને વીજ કંપનીની ટીમ ગઈ હતી ત્યાં વીજ ગ્રાહક દ્વારા કર્મચારીને ફડાકા ઝીકીને હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ એક આવી જ ઘટના મોરબી તાલુકાના નવા મકાનસર ગામે રબારીવાસમાં બનેલ છે જે અંગેની હાલમાં મોરબી વીજ કંપનીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા અને સામાકાંઠા વિસ્તારમાં શિવ પાર્ક સોસાયટી ખાતે રહેતા મીતભાઈ પ્રવીણભાઈ પટેલ (26) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોક બહાદુરભાઇ સારલા, તેના દિકરા આશિષ અશોકભાઈ સારલા અને ભાઇ પીન્ટુ બહાદુરભાઇ સારલા રહે. બધા નવા મકનસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે

જેમાં જણાવ્યું છે કે નવા મકનસર ગામે રહેતા અશોક સારલાના ઘરનું વીજ વપરાશનું બિલ બાકી હતું જે રકમની ઉઘરાણી કરવા માટે થઈને જુનિયર ઈજનેર તેના સાથી કર્મચારી દશરથસિંહ દિલુભા સાથે સ્થળ ઉપર ગયા હતા ત્યારે બિલની ઉઘરાણી કરતા અશોક સારલાને તે સારું લાગ્યું ન હતું અને તેણે ગાળો આપી હતી અને ફરિયાદી તેમજ દશરથસિંહ સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારે દશરથસિંહને ઢીકા પાટુનો માર માર્યો હતો આ સમયે આશિષ સારલા ઘરમાં પડેલ લોખંડનું ધારીયુ લઈ આવીને ફરિયાદી તથા સાહેદને મારવાનો પ્રયત્ન કર્યો હતો જો કે સ્થળ ઉપર એકત્રિત થઈ ગયેલા લોકોએ તેને પકડીને ધારીયુ લઈ લીધું હતું જેથી ફરિયાદી કે સાહેદને તે ધારીયુ મારી શક્યો ન હતો અને પીન્ટુ સારલાએ ફરિયાદી તથા સાહેદ સાથે જપાજપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વીજ કંપનીના જુનિયર ઇજનેરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News