મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : ઘરે પડી જતા નિવૃત્ત આર્મીમેનનું મોત


SHARE







મોરબી : ઘરે પડી જતા નિવૃત્ત આર્મીમેનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા સાપર ગામના વતની અને હાલ નિવૃત્ત આર્મીમેન એવા આધેડ તેઓના ઘરે હતા ત્યારે ઘરે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા.જેથી તેઓને જેતપર સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સાપર ગામના રહેવાસી રમેશભાઈ નરશીભાઈ હમીરપરા કોળી નામના ૫૪ વર્ષના આધેડ તેઓના ઘરે હતા.ત્યારે તેઓ પડી ગયા હતા અને બેભાન હાલતમાં તેઓને જેતપર સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે જોઈ તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના પગલે તેઓનું મોત નીપજયુ હોવાનું હાલ પ્રાથમિક ધોરણે સામે આવેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા વજુભાઈ ખીમાભાઈ સોલંકી નામના ૬૫ વર્ષના આધેડ વાંકાનેર હાઇવે ઉપર હતા ત્યાં લાલપર ગામ પાસેથી સાયકલ લઈને જતા હતા ત્યારે અજાણ્યા મોટરસાયકલના ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામે આવેલ દરિયાલાલ હોટલ ખાતે રહેતો સચિન મંજૂરભાઈ અનાડી નામનો ૨૫ વર્ષનો યુવાન તા.૨૭ ના બપોરના બે વાગ્યાના અરસામાં બાઈક લઈને જતો હતો ત્યારે દરિયાલાલ હોટલ નજીક તેના બાઈકને અજાણી કારના ચાલાકે હડફેટે લીધુ હતુ.જેથી ઇજા થવાથી સચિનને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઇ જવાયો છે અને હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા તપાસ ચલાવી રહ્યા છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના વીસીપરા વિજયનગર વિસ્તારમાં રહેતી માલીબેન સતિષભાઈ ખીંટ નામના ૩૫ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.તેઓનો લગ્નગાળો ૧૫ વર્ષનો હોય બનાવ અંગે પોલીસમાં જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના ભરતભાઈ ખાંભરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમજ મોરબીના હળવદ રોડ ઉપર પાસે આવેલ રામકો વિલેજમાં રહેતા સંજય બાબુભાઈ બારોટ નામના ૩૦ વર્ષના યુવાને પણ કોઈ કારણસર ફીનાઇલ પી લીધું હોય તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.હોસ્પીટલ દ્રારા બનાવની જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News