મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના સુંદરી ભવાની ગામે સિગારેટના બાકી રૂપિયા માંગતા દુકાનદાર અને તેના પિતા તથા કાકા ઉપર છરી વડે હુમલો 


SHARE







હળવદના સુંદરી ભવાની ગામે સિગારેટના બાકી રૂપિયા માંગતા દુકાનદાર અને તેના પિતા તથા કાકા ઉપર છરી વડે હુમલો 

હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે દુકાનેથી સિગરેટ લીધા બાદ પૈસા આપ્યા ન હોવાથી પૈસાની માંગણી કરી હતી ત્યારે ઉશ્કેરાઈ ગયેલા શખ્સે વૃદ્ધ અને તેના ભાઈ તેમજ દીકરા ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા વૃદ્ધ અને તેના ભાઈને મોરબી સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતા નટવરલાલ ધનજીભાઈ ઠક્કર (72)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રતાપભાઈ જીલુભાઈ સોલંકી રહે. સુંદરીભવાની વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, સુંદરીભવાની ગામે તેમના દીકરા દિનેશભાઈ નટવરભાઈ ઠક્કરની કરિયાણાની દુકાન આવેલ છે અને તેઓની દુકાને થી આરોપીએ સિગરેટ લીધી હતી અને તેના પૈસા આપેલ ન હતા જેથી કરીને સિગરેટના પૈસા ફરિયાદીના દીકરાએ તેની પાસે માંગ્યા હતા જે બાબતનો ખાસ રાખીને આરોપીએ ફરિયાદી તથા તેના દીકરા અને ભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદી વૃદ્ધને જમણા ખભાના ભાગ ઉપર છરીનો ઘા મારીને અંદરના ભાગની નસ તોડી નાખી હતી તેમજ તેના ભાઈ સુરેશભાઈ નટવરલાલ ઠક્કરને જમણા હાથે છરીનો ઘા મારીને હાથની નસના સ્નાયુઓ તોડી નાખ્યા હતા તેમજ ફરિયાદીના દીકરા દિનેશભાઈ નટવરભાઈ ઠક્કરને ઢીકાપાટુનો મારમારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ તેને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કેકે ટ્રાવેલ્સના ડેલા પાસેથી બેભાન હાલતમાં યુવાન મળી આવેલ હતો જેથી 108 મારફતે મુકેશભાઈ (20) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.






Latest News