ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા વિસ્તારમાં બાંધકામ માટેની ઓનલાઈન પ્રોસેસ ઝડપથી કાર્યરત થશે: કમિશ્નર


SHARE











મોરબી મહાપાલિકા વિસ્તારમાં બાંધકામ માટેની ઓનલાઈન પ્રોસેસ ઝડપથી કાર્યરત થશે: કમિશ્નર

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વ આવી ગઈ છે અને કમિશ્નરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે ત્યારે મોરબી મહાપાલિકા વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર બાંધકામ મંજૂરીને લઈને પ્રશ્નો ઊભા થાય તેવી સ્થિતિ છે ત્યારે આજે મોરબી સિવિલ એન્જિનિયર એસોસિએશન દ્વારા મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેની મુલાકાત કરવામાં આવી હતી ત્યારે તેમની સાથે ચર્ચા કરતા ખાસ કરીને મોરબીમાં બાંધકામ ઉદ્યોગ ઝડપથી વેગવંતો થાય તેના માટે થઈને કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને ખાસ કરીને બાંધકામ માટેના નિયમો કોર્પોરેશન માટેના નિર્ધારિત કરીને ઝડપથી ઓનલાઇન પ્રોસેસ શરૂ કરવામાં આવે અને બાંધકામ મંજૂરી માટે લોકો, બિલ્ડરો તેમજ એન્જિનિયરોને સરળતા રહે તે માટે કોમન જીડીસીઆરની કેટેગરી પણ નિર્ધારિત કરવામાં આવે તેના માટે થઈને કમિશ્નર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે મોરબી મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા તમામ નિયમો અને ઓનલાઈન પ્રોસેસ ખૂબ જ ઝડપથી કાર્યરત કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી






Latest News