મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઠેરઠેર જોવા મળતા કચરાના ઢગલા વહેલી તકે દૂર કરવા આપની માંગ


SHARE











મોરબીમાં ઠેરઠેર જોવા મળતા કચરાના ઢગલા વહેલી તકે દૂર કરવા આપની માંગ

મોરબીમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે અને સ્વચ્છ મોરબી માટે અનેક વખત અભિયાન કરવામાં આવ્યું છે તેના ફોટો તો સારા આવે છે જો કે, નગર તેવું નહીં તે હક્કિત છે આજની તારીખે ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળે છે અને ગૌવંશ કચરો ખાવા મજબૂર છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા શહેરમાં સ્વચ્છતા માટે કામ ત્વરિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકા અને ધારાસભ્ય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ મોરબી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ઘણી વખત ધારાસભ્ય, સાંસદ અને મોરબી નગરપાલિકા તથા પ્રશાસન દ્વારા રોડ ઉપર સાવરણા લઈને ફોટો પાડીને વાયરલ કરવામાં આવતા હોય છે પરંતુ વાસ્તવિકતા શું છે તે જોવાની તસ્દી કયારે પણ લેવામાં આવતી નથી આજની તારીખે મોરબીના સામા કાંઠા વિસ્તારના હાઉસિંગ બોર્ડ સર્કલથી સર્કિટ હાઉસ તરફ જતા સર્વિસ રોડ ઉપર કચરાના ઢગલા પડેલ છે અને મોરબી પાલિકા તેમજ ધારાસભ્ય સફાઈ અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે હવે મોરબી મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ મહાદેવભાઇ પટેલ દ્વારા કમિશ્નરને જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધી કચરામાંથી પ્લાસ્ટિક ખાઈ જવાના લીધે અનેક ગૌવંશના મૃત્યુ થયા છે અને કચરાના લીચે લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી ગંદકીને દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.




Latest News