મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દાડમની ખેતી-માર્કેટની મુલાકાત લેતી મહારાષ્ટ્રના સોલાપુરથી કેન્દ્રની વૈજ્ઞાનિકોની ટીમ


SHARE







મોરબી જીલ્લામાં દાડમની ખેતી-માર્કેટની મુલાકાત લેતી મહારાષ્ટ્રના સોલાપુરથી કેન્દ્રની વૈજ્ઞાનિકોની ટીમ

દાડમનું મબલખ ઉત્પાદન આપતા મોરબી જિલ્લાના હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ‘‘દાડમ પાકના ઉત્કૃષ્ટતા કેન્દ્ર’’ (સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પોમોગ્રનેટ)ની શક્યતાઓ તપાસવા માટે દાડમ પાકનું વાવેતર કરતા ક્લસ્ટરની મુલાકાતે ભારત સરકારની NRCP (National Research Centre on Pomegranate) તજજ્ઞ વૈજ્ઞાનિકોની ટીમ સોલાપુરથી આવી હતી. ભારત સરકારની આઇ.સી.આર.આર. (ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ) હેઠળ સોલાપુર, મહારાષ્ટ્રમાં NRCP કાર્યરત છે. જે સમગ્ર દેશમાં દાડમ માટેનું એક માત્ર સંશોધન કેન્દ્ર છે.

દાડમની વૈશ્વિક ગુણવતા, ઉત્પાદન, માર્કેટીગ, રિસર્ચ સહિતની બાબતો માટે સંશોધન કેન્દ્ર ઉપયોગી થઇ શકે તેની શકયતાનો સર્વે કેન્દ્રીય વૈજ્ઞાનિકોની ટીમે કર્યો હતો. દાડમ પાકના તજજ્ઞ સંશોધન વૈજ્ઞાનિક ડો. સંગ્રામ ધૂમલ, ડો. રાજનકુમાર સિંધ, ડો. સોમનાથ પોખરે તથા ડો. નમ્રતા ગીરીએ તા.8 ના રોજ ધ્રાંગધ્રા અને તા. 9 ના રોજ હળવદ વિસ્તારના દાડમના ખેતરોની મુલાકાત લીધી હતી. જયાં ખેડૂતોની ખેતી પદ્ધતિ, વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતા તેમજ રોગ-જીવાતના પ્રશ્નો અંગે ઝીણવટ ભરી સમજ મેળવી હતી. ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર ટીમે ખાનગી દાડમના માર્કેટની પણ મુલાકાત લીધી હતી તથા ત્યાં થતા કાર્યો અંગેની માહિતી મેળવી હતી. આ તકે બ્રિજેશ જેઠલોજા મદદનીશ બાગાયત નિયામક મોરબી, મુકેશ ગાલવડિયા નાયબ બાગાયત નિયામક સુરેન્દ્રનગર, ભાવેશ કોઠારિયા બાગાયત અધિકારી હળવદ, વિપુલ સુરેલા મદદનીશ બાગાયત નિયામક રાજકોટ વિભાગ, ગણપત ચૌધરી બાગાયત અધિકારી ધ્રાંગધ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.






Latest News