મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવાગામમાં દેશી દારૂની રેડ: 1515 લિટર દેશી દારૂ સહિત 8.68 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, ચારની શોધખોળ


SHARE







માળીયા (મી)ના નવાગામમાં દેશી દારૂની રેડ: 1515 લિટર દેશી દારૂ સહિત 8.68 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, ચારની શોધખોળ

માળીયા (મી) તાલુકાના નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાં દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને 1515 લિટર દેશી દારૂ કબ્જે કર્યો હતો અને 3.03 લાખના દારૂ સહિત કુલ મળીને 8.68 લાખનો મુદામાલ કબજે કરીને બે શખ્સની ધરપકડ કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં  હીતેન્દ્રસિંહ ચુડાસમા, નિરવભાઇ મકવાણા, વિક્રમભાઇ ફુગસીયા, વિક્રમભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગી બાતમી મળી હતી જેના આધારે માળીયાના નવાગામે રહેણાંક મકાન તથા ટ્રેકટરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યારે કુલ મળીને 1515 લિટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી કરીને પોલીસે દારૂ અને વાહન મળીને 8.68 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી સબીર મહમદહનીફ ઉર્ફે બાબો જેડા અને ઇરસાદ મહમદહનીફ ઉર્ફે બાબો જેડા રહે. બંને રહે. હાલ રણછોડનગર મોરબી મુળ નવાગામ તાલુકા માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ પાસેથી ઇરફાન મહમદહનીફ ઉર્ફે બાબો જેડા રહે. નવાગામ માળીયા (મિં), અવેશ સુભાનભાઈ કટીયા રહે. નવાગામ માળીયા(મી), મહમદભાઇ ઉર્ફે બાબો રાયબભાઇ જેડા રહે. રણછોડનગર મોરબી અને ઇમરાન રાયબભાઇ જેડા રહે. રણછોડનગર મોરબી વાળાના નામ સામે આવેલ છે આ 6 શખ્સોની સામે માળીયા માં ગુનો નોંધીને પોલીસે બાકીના ચાર આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે.






Latest News