સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં પતંગ દોરાના હોલસેલ વેપારીના ગોડાઉનમાંથી પ્રતિબંધિત 408 નંગ ચાઇનીઝ ફીરકી સાથે દુકાનદારની ધરપકડ


SHARE











મોરબીમાં પતંગ દોરાના હોલસેલ વેપારીના ગોડાઉનમાંથી પ્રતિબંધિત 408 નંગ ચાઇનીઝ ફીરકી સાથે દુકાનદારની ધરપકડ

મોરબી શહેર અને જિલ્લામાં ચાઈનીઝ ફીરકીના વેચાણ અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ જુદી જુદી જગ્યા ઉપર ચાઈનીઝ ફીરકીનું વેચાણ થતું હોય તેવું છેલ્લા દિવસોમાં સામે આવ્યું છે તેવામાં મોરબીના મોટાભાગના છૂટક વેપારીઓને ચાઈનીઝ ફીરકીનો માલ પૂરો પાડનારા વેપારીના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 408 નંગ ચાઈનીઝ ફિરકી મળી આવી હતી જેથી કરીને 2,65,200 ની કિંમતના મુદ્દામાલ સાથે પતંગ દોરાના હોલસેલના વેપારીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ચાઈનીઝ દોરીનો ઉપયોગ મકરસંક્રાંતિ દરમિયાન કરવામાં આવે તેના કારણે અબોલ પક્ષી, વાહન ચાલકો સહિતના લોકોને શારીરિક નુકસાન થતું હોય અને ઘણી વખત મૃત્યુના બનાવો પણ બને એવી ઘટનાઓ અગાઉ બની ચૂકી છે જેથી સરકાર દ્વારા ચાઈનીઝ ફીરકીના વેચાણ અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને તેને લાગતું જાહેરનામું મોરબી જિલ્લામાં કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ છેલ્લા દિવસોમાં મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા પતંગ દોરાના વેપારીઓને ત્યાં ચેક કરવામાં આવતા ત્યાંથી ચાઈનીઝ ફીરકીઓ મળી આવી હતી. જેથી કરીને જે તે સમયે છૂટક વેપાર કરતાં વેપારીઓને પકડીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમિયાન મોરબી શહેર અને જિલ્લામાં પતંગ દોરાના હોલસેલ વેપારીનું સાવસર પ્લોટ શેરી નં-3 માં લાડિલા હનુમાન મંદિર પાસે ગોડાઉન આવેલ છે ત્યાં ચાઈનીઝ ફીરકીનો જથ્થો હોવા અંગેની એ ડિવિઝન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ગોડાઉન માંથી 408 નંગ ચાઈનીઝ ફિરકીનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 2,65,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દુકાનદાર વિપુલ હસમુખભાઈ હીરાણી (42) રહે. સાવસર પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી.પાતાળિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી એ અને બી ડિવિઝન પોલીસની ટીમે જુદીજુદી બે જગ્યાએ રેડ કરી હતી તે આરોપીને માલ આપનાર તરીકે વિપુલ હિરાણીનું નામ સામે આવ્યું હતું જેથી તેના ગોડાઉનમાં ચેક કરવામાં આવતા ત્યાંથી ચાઈનીઝ ફીરકીનો મોટો જથ્થો મળી આવ્યો છે.

24 વર્ષથી ફરાર આરોપી પકડાયો
પોરબંદર જિલ્લાના બગવદર ગામના ગુનામાં આરોપી છેલ્લા 24 વર્ષથી નાસતો ફરતો હતો જેથી કરીને પોરબંદરની કોર્ટે આરોપી રણમલ ચનાભાઈ રાણાવાયા (57) નામના શખ્સનું વોરંટ ઈંશ્યુ કર્યું હતું અને આરોપી રણમલ મોરબીના ઘુંટુ નજીક આવેલ સિલ્વર પાર્ક સોસાયટીના મેલડી માતાજીના મંદિરે સેવા પૂજા કરતો હોવાની બાતમી મળી હતી જેથી કરીને બી ડિવિઝન પોલીસે આરોપીને પકડીને પોરબંદર પોલીસને હવાલે કરેલ છે.






Latest News