મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ ગામે રિક્ષાના ભાગ બાબતે ચર્ચા કરતાં યુવાન અને તેની માતાને ભાઈ-ભાભીએ મારમાર્યો


SHARE







મોરબીના ગુંગણ ગામે રિક્ષાના ભાગ બાબતે ચર્ચા કરતાં યુવાન અને તેની માતાને ભાઈ-ભાભીએ મારમાર્યો

મોરબીના ગુંગણ ગામે રહેતા યુવાને તેના સગા ભાઇઓની સાથે ભાગમાં સીએનજી રીક્ષા લીધી હતી જે રીક્ષાના ભાગ બાબતે વાતચીત કરતા હતા ત્યારે તેના ભાઈને સારું નહીં લાગતા તેણે યુવાને તથા તેની માતાને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ માતા-પુત્રને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને તેના સગાભાઈ અને ભાભીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે. જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા અરવિંદભાઈ મનજીભાઈ કુરિયા (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને તેના સગાભાઈ લાલજીભાઈ મનજીભાઈ કુરિયા અને ભાભી લીલાબેન મનજીભાઈ કુરિયા રહે. બંને ગુંગણ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને પોતાના બે ભાઈ લાલજીભાઈ મનજીભાઈ કુરિયા અને સંજય મનજીભાઈ કુરિયા સાથે સંયુક્ત ભાગીદારીમાં સીએનજી રીક્ષા લીધી હતી અને તે રીક્ષાના ભાગ બાબતે યુવાને વાત કરતા તેના સગાભાઈ દ્વારા લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને માથામાં માર મારવામાં આવ્યો હતો અને તેની માતાને પણ ધોકા વડે માર મારીને મોઢા ઉપર ઇજા કરવામાં આવી હતી તેમજ હાથે, પગે માર માર્યો હતો જેથી ઇજા પામેલા ફરિયાદી યુવાન તથા તેના માતાને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને તેના સગાભાઈ અને ભાભી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News