મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત


SHARE







મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત

મોરબીના ગાંધીબાગમાં મહાત્મા ગાંધીની પ્રતિમા વર્ષોથી મૂકવામાં આવેલ છે ત્યાં ચોમેર ગંદકી છે ત્યારે આ બાબતે રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરેલ છે અને ત્યાં સફાઈ ન કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં રહેતા કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરેલ છે જેમાં તેમણે મોરબીને મહાપાલિકા બનાવવાના નિર્ણય માટે સરકારને ધન્યવાદ આપેલ છે અને વધુમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવેલ છે તેની ચોમેર ગંદકી છે ત્યા વાહનોનું પાર્કિગ કરવામાં આવે છે જો કે, ગંદકીનું સામ્રાજ્ય દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે વર્તમાન વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા મિશનમાં પણ ગાંધીજીના ચશ્માં તથા ફોટાનો ઉપયોગ કરવામાં આવેલ છે. તો મોરબીમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ગંદગીનું સામ્રાજ્ય છે તે કેમ અધિકારીઓને દેખાતું નથી ? હાલમાં મોરબી પાલિકામાં વહીવટદારનું શાસન  છે. અને હવે મહાપાલિકા બનેલ છે ત્યારે ગાંધીજીની પ્રતિમા પાસે સફાઈ કરવામાં આવે તેના માટે જરૂરી આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો સફાઈ નહીં કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News