ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ખારચિયા પાસે કારખાનામાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ ત્રણ વર્ષની બાળકીનું મોત


SHARE







મોરબીના ખારચિયા પાસે કારખાનામાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ ત્રણ વર્ષની બાળકીનું મોત

મોરબી તાલુકાના ખારચિયા ગામે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની ત્રણ વર્ષની દીકરી રમતા રમતા પહેલા માળેથી નીચે પડી જતા તેને ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતુ જેથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખારીચીયા ગામ પાસે આવેલ સેવનપંખ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અકેશભાઈ રાવતની ત્રણ વર્ષની દીકરી રિતિકા રમતા રમતા પહેલા માળેથી નીચે ટકાતા તેને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી કરીને તે બાળકીને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.






Latest News