મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળા-કારોબારી બેઠક યોજાઈ


SHARE







મોરબી મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળા-કારોબારી બેઠક યોજાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જેમને સિંહફાળો આપેલ છે એવા રત્નોની જન્મ જયંતિની ઉજવણી કરવાના ભાગરૂપે પુણ્ય શ્લોકા અહલ્યાબાઈની 300 મી જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રાજકોટ વિભાગ બૌદ્ધિક પ્રમુખ મહેશભાઈ બોપલીયાએ દેવી અહલ્યાબાઈના જીવન કવન વિશે વિસ્તૃત વાતો કરી હતી ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠકની શરૂઆત નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રીએ સંગઠન મંત્ર દ્વારા કરી હતી. ત્યાર બાદ પ્રસ્તાવ મારી શાળા મારુ તીર્થ અને વિકસિત ભારતના પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકાનું વાંચન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ વિપુલભાઈ અઘારા (પ્રાંત પ્રચાર પ્રમુખ, સૌરાષ્ટ્ર પ્રાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારા પાથેય રજુકર્તા જણાવ્યું હતું કે શિક્ષકો જ રાષ્ટ્રના સાચા ઘડવૈયા છે, શિક્ષકો જ રાષ્ટ્ર નિર્માતા છે, શિક્ષકો જ ભારતના ભાવિનું ઘડતર વર્ગખંડમાં કરી રહ્યા છે. એવી વાતો રજૂ કરી હતી અને નરેશભાઈ સોનગ્રાની જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે અને સંજયભાઈ ગઢવીની તાલુકાના પ્રચાર મંત્રી તરીકેની જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી સદસ્યતા અભિયાન પાવતી બુક સદસ્યતા શુલ્ક એકત્ર કરવું, શૈક્ષિક મહાસંઘના કેલેન્ડર તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી અને પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈના પુસ્તક વિશે ચર્ચા, નવા કાર્યકર્તાઓને જોડવા વગેરે બાબતે વાતો કિરણભાઈ કાચરોલાએ કરી હતી છેલ્લે હિતેશભાઈ પાંચોટીયાએ કલ્યાણ મંત્ર દ્વારા સમાપન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન નિરવભાઈ બાવરવાકર્યું હતું.






Latest News