વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાના જ ફાંફા !?: રમેશભાઈ રબારી


SHARE







મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાના જ ફાંફા !?: રમેશભાઈ રબારી

મોરબી શનાળા રોડ બાયપાસ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પીવાનું પાણી આવેલ નથી ઉપરાંત આવાસમાં સોલાર લાઈટો છે તે પણ બંધ છે અને આવાસ યોજના વસાહત પાસે એક ભયાનક વોંકળો આવેલ છે જેના કારણે ભારે ગંદકી ફેલાય છે અને માંખી-મચ્છરનો ત્રાસ છે જેથી લોકો માંદા પડે તેવી શક્યતા છે આ મુદે રમેશભાઈ રબારી દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે

તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી શનાળા રોડ બાયપાસ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મુશ્કેલીઓ દુર થાય, વોંકળાની સફાઈ થાય તેવો પ્રબંધ કરી વસાહતીઓની સુવિધા ઉપલબ્ધ થાય તે અત્યંત જરૂરી છે. તાજેતરમાં ફરી વખત કોરોના વ્યાધિ રવાપર સહિતનાં વિસ્તારોમાં હોય આ વિસ્તારમાં જરૂરી લોકહિતના પગલા લેવાની માલધારી આગેવાને માંગ કરેલ છે. આ ઉપરાંત બાયપાસથી આવાસમાં જવા માટેના રસ્તાઓ પર લાઈટની સુવિધા નથી ભયાનક અંધકાર રહે છે લોકોને આવન જાવનની મુશ્કેલી છે અને આ રસ્તા પર દારૂડીયાઓ મહેફીલ જમાવી બેસે છે ! વસાહતીઓને આવવુ-જવુ મુશ્કેલ છે અને બેન-દીકરીઓ નિકળી શકતા નથી તેમજ આ રોડ કાચો અને ઉબડખાબડ છે જેથી બાયપાસથી આવાસ યોજના સુધીનાં રસ્તાને સિમેન્ટ રોડ બનાવવો અત્યંત જરૂરી છે જેથી વસાહતીની મુશ્કેલી દુર થાય. આવાસ યોજનામાં આંગણવાડી ચાલુ થયેલ છે તેમાં આવાસ યોજનાના બાળકોને પ્રવેશ આપવામાં આવતો નથી અને બહારના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે બાબતે પણ યોગ્ય કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના પુર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે.




Latest News