મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં બોગસ નામ ધારણ કરીને કારખાનેદાર સાથે ૩.૨૭ લાખની છેતરપિંડી કરનારા પાંચ આરોપીઓ જમીન મુક્ત


SHARE











મોરબીમાં બોગસ નામ ધારણ કરીને કારખાનેદાર સાથે ૩.૨૭ લાખની છેતરપિંડી કરનારા પાંચ આરોપીઓ જમીન મુક્ત

મોરબીના પીપળિયા ગામ પાસે આવેલ પીપળીયા-મહેન્દ્રગઢ(ફગાસીયા) રોડ ઉપર વુડ પલ્પ પેનલ એલ.એલ.પી.માથી આઇસર ગાડીના માલિક અને ડ્રાઈવર દ્વારા ૩,૨૭,૫૪૦ નો માલ ભરવામાં આવેલ હતો જે અમદાવાદ કારખાનેદારના ડિલરને નહિ પહોચાડીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતા જેની જમીન અરજી મૂકવામાં આવી હતી અને કોર્ટમાથી શરતી જમીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી નગર-૧ માં રહેતા મિહિરભાઈ ત્રીભુવનભાઈ અઘારા જાતે પટેલ (ઉ-૩૨)એ બ્રાઉન કલરની આઈસર ગાડી નં- જીજે 23 એટી ૦૭૨૫ ના માલિક મયુરભાઈ જેના મો.નં ૮૭૩૪૦ ૯૩૩૩૬ તથા તેમના ડ્રાઈવર મયુરસિંહ જેના મો.નં-૯૧૦૪૬ ૫૭૪૬૩ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા. ૨૯/૯/૨૦૨૧ થી આજ દિન સુધીમાં મોરબી તાલુકાના પીપળિયા ગામની સીમ સર્વે નં-૧૩૩/૩ પીપળીયા-મહેન્દ્રગઢ(ફગાસીયા) રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ વુડ પલ્પ પેનલ એલ.એલ.પી.માથી આરોપીઓએ ફરીયાદિને વિશ્વાસમા લઈ ફરીયાદીના કારખાનામાથી ૩૭૦ પ્લેટ જેની કિંમત ૩,૨૭,૫૪૦ થાય છે તે માલ પોતાના વાહનમાં લઈ જઈને ફરિયાદીના ડિલર પ્રાઈમ પેનલ્સ અમદાવાદ ખાતે નહિ પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિડી કરેલ હતી જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી ૪૦૭૪૨૦૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા

આ ગુનામાં પોલીસે વિશાલભાઈ અશ્વિનભાઈ માયાણી, રહે. રાજકોટ કોઠારીયા મેઇનરોડ રણુજાના મંદીર પાછળ શ્યામ પાર્ક-૨ રાજકોટ, ઇમરાનભાઈ ઉસ્માનભાઈ સોરા રહે. રાજકોટ સર્કલ પાશે શેરી નં ૪, સોયબભાઈ મહેબુબભાઈ ધૈયમ રહે. રાજકોટ ભગવતી પરા સુખસાગર સોસાયટી શેરી નં-ર રાજકોટ, સલીમભાઈ મહમદભાઈ જુણેજા જાતે સંધિ રહે. જંગલેશ્ર્વર સોસાયટી હુશેની ચોક શેરી નં-૯ રાજકોટ અને સુભાષભાઈ કાન્તીભાઈ ગોસાઇ રહે. રાજકોટ એફ.સી.આઇ ગોડાઉન પાછળ અમી હાઇટ્રસ રાજકોટ વાળાની  ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા જેની જમીન અરજી મોરબીની એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં મૂકવામાં આવી હતી જેના આધારે કોર્ટે આરોપીઓના શરતી જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે નિતિનભાઈ પંડ્યા, ધર્મ રાવલ, રિયાઝભાઈ ખોરજીયા, પરવેજભાઈ બારિયા, નિલેષ એન. ગોસ્વામી અને સિરાઝભાઈ અબ્રાણી સહિતના રોકાયેલ હતા  






Latest News