મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માટીની આડમાં બિયરની હેરફેરી !: હળવદના સુખપર નજીકથી ટ્રક ટ્રેલરમાં ભરેલ માટી સાથે 2256 બીયરના ટીન ઝડપાયા, 22.87 લાખનો મુદામાલ કબ્જે


SHARE







માટીની આડમાં બિયરની હેરફેરી !: હળવદના સુખપર નજીકથી ટ્રક ટ્રેલરમાં ભરેલ માટી સાથે 2256 બીયરના ટીન ઝડપાયા, 22.87 લાખનો મુદામાલ કબ્જે

હળવદ તાલુકાના સુખપર ગામ નજીક હાઇવે રોડ ઉપરથી ટ્રક ટ્રેલર જઇ રહ્યું હતું તે ટ્રકમાં માટી ભરેલ હતી અને તેની આડમાં બિયરનો મોટો જથ્થો મોરબી લઈ આવવામાં આવી રહ્યો હતો ત્યારે તે ટ્રકને રોકીને પોલીસે ચેક કરતાં તેમાંથી બિયરના 2256 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 2.82 લાખનો બિયરનો જથ્થો તેમજ અન્ય મુદામાલ મળીને 22.87 લાખનો મુદામાલ કબજે કરીને એક આરોપીને પકડવામાં આવેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને મોકલાવનાર અને મંગાવનાર સહિતના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ.ભોચીયા તથા વી.એન.પરમાર સહિતની ટિમ કામ કરી રહી છે ત્યારે પીઆઇને મળેલ હકિકત આધારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ તરફથી ટ્રક ટ્રેલર નં આરજે 6 જીસી 2971 ને હળવદ તાલુકાનાં સુખપર ગામ પાસે રોકવામાં આવેલ હતો અને તે ટ્રક ટ્રેલરના પાછળના ભાગે તાલપત્રી બાંધેલ હતી અને ટ્રકમાં માટી ભરેલ હતી જે ટ્રકને સમરાથલ સી.ટી.સી. હાઇવે હોટલ સામે રોડ ઉપર રોકીને ચેક કરવામાં આવેલ હતો ત્યારે તેમાં માટીની આડમાં બીયરની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું

જેથી કરીને એલસીબીની ટીમે બીયરની 96 પેટીઓ એટલે કે 2256 બીયરના ટીન કબજે કર્યા હતા  અને આરોપી રામેશ્વરલાલ ઉર્ફે રમેશ નંદાજી ગુર્જર (35) રહે. હાલ જેતપુરા કલ્લા તાલુકો ભડેસર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી માલ મોકલનાર દેવેંદ્રસિંહ ઉર્ફે દેવશા રાઠોડ રહે. ચિતોડગઢ રાજસ્થાન તેમજ માલ મંગાવનાર મયુરભાઇ ઉર્ફે કાલી રહે. હળવદ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે 20 લાખનો ટ્રક તેમજ 2.82 લાખનો બીયર અને અન્ય વસ્તુઓ મળીને કુલ મળીને 22.87 લાખનો મુદામાલ કબ્જે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે. આ કામગીરી એલસીબી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News