મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરીના બનાવમાં ચાર શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ


SHARE







હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરીના બનાવમાં ચાર શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ

હળવદ તાલુકા પોલીસ દ્વારા કોયબા ગામ તરફ જવાના રસ્તા ઉપર શક્તિનગર પાસે શેડમાંથી ટ્રકમાં ભરેલ લોખંડના સળિયાની ચોરીને પકડવામાં આવી હતી દરમિયાન આ બનાવમાં ટ્રાન્સપોર્ટ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરી થઈ હોવા અંગેની તેના ડ્રાઇવર ક્લિનર સહિત કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકામાંથી પસાર થતા અમદાવાદ કચ્છ હાઇવે ઉપરથી આવતા જતા વાહનોમાંથી કેમિકલ ચોરી અને લોખંડ ચોરીની ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી છે તેવામાં હળવદ તાલુકા પોલીસ દ્વારા શક્તિનગર પાસેથી કોયબા ગામ તરફ જવાના રસ્તા ઉપર શેડમાં રેડ કરીને લોખંડ ભરેલા ટ્રકમાંથી લોખંડના સળિયાની ભારીની ચોરી કરવામાં આવતી હોય તેવી ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભચાઉના ટ્રાન્સપોર્ટર ભરતસિંહ હેતુભા જાડેજા (42) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિપુલ કાળુભાઈ પરમાર (31) રહે શક્તિનગર હળવદ, રાવતારામ શેરા રામ બાના (26) રહે કેકડ તાલુકો સેડવા રાજસ્થાન, દિલીપ ઘનશ્યામભાઈ ભાટીયા રહે. શક્તિનગર હળવદ અને પ્રભુરામ હેમતારામ નહેરા રહે બીસરણીયા રાજસ્થાન વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે

જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પિંગલેશ્વર રોડલાઇન્સ નામનો ટ્રાન્સપોર્ટ ધરાવે છે અને ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંથી લોખંડની 8 mm ની 145 ભારી, 10 mm ની 170 ભારી અને 12 એમએમ ની 132 ભારી આમ કુલ મળીને 18,95,613 રૂપિયાની કિંમતનો લોખંડનો જથ્થો અમદાવાદ ચામુંડા એન્ટરપ્રાઇઝ ખાતે ટ્રક ટેલર નંબર જીજે 12 સીટી 5651 માં મોકલાવ્યો હતો દરમ્યાન તે ટ્રકના ડ્રાઇવર રાવતારામ અને ક્લિનર પ્રભુરામ દ્વારા વિપુલ અને દિલીપ નામના શખ્સોનો સંપર્ક કરી ટ્રક ટ્રેલરમાં ભરેલ લોખંડના જથ્થામાંથી કુલ મળીને 37 લોખંડના સળિયાની ભારી જેનો વજન 2644 કિલો અને તેની કિંમત 1,58,640 થાય છે તે ટ્રકમાંથી કાઢી લેવામાં આવેલ હતી જેથી કરીને ટ્રાન્સપોર્ટર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે ગુનામાં પોલીસે હાલમાં વિપુલ અને રાવતારામની ધરપકડ કરી છે અને દિલીપ તથા પ્રભુરામ નામના બે આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News