મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

કાયદે મે રહોગે તો ફાયદે મે રહો ગે: મોરબીમાં ઇકો ગાડીથી વધુ મુસાફરોને સીએનજી રિક્ષામાં બેસાડીને હેરાફેરી હવે નહીં ચાલે, પોલીસનો સ્પષ્ટ સંકેત


SHARE







કાયદે મે રહોગે તો ફાયદે મે રહો ગે: મોરબીમાં ઇકો ગાડીથી વધુ મુસાફરોને સીએનજી રિક્ષામાં બેસાડીને હેરાફેરી હવે નહીં ચાલે, પોલીસનો સ્પષ્ટ સંકેત

મોરબીમાં ઘણા રીક્ષા ચાલકોનો ત્રાસ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને કેટલાક રિક્ષા ચાલકો તો નશાની હલતમાં રિક્ષા ચલાવતા હોય છે ત્યારે છેલ્લા દિવસોથી મોરબી જીલ્લામાં પોલીસે રિક્ષા ચાલકો સામે લાલ આંખ કરી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી અને વાંકાનેરમાં રિક્ષા ચાલકોએ હડતાલ કરીને પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો જો કે, આડેધાડ પાર્કિંગ, અસભ્ય વર્તન સહિતની અનેક ફરિયાદો પોલીસને રિક્ષા ચાલકોની મળી રહી છે ત્યારે ઇકો ગાડી કરતાં પણ વધુ મુસાફરોને રિક્ષામાં બેસાડીને હેરાફેરી કરનારા રિક્ષા ચાલકોને પોલીસે “કાયદે મે રહો ગે તો ફાયદે મે રહો ગેનો સ્પષ્ટ સંદેશ આપી દીધેલ છે ત્યારે આગામી દિવસોમાં રિક્ષા ચાલકો કાયદામાં રહેશે કે પછી પોલીસ કાયદાનો દંડો ઉગામશે તેના ઉપર સહુની નજર છે.

મોરબી જિલ્લામાં જયારે પણ લોકદરબાર યોજાઇ છે ત્યારે ટ્રાફિક, પાર્કિંગમાં દબાણ, રોડ સાઈડના દબાણ સહિતની રજૂઆતની સાથે આડેધડ રોડ ઉપર રિક્ષા ઊભી રાખવી, મુસાફરો સાથે અસભ્ય વર્તન, નશાની હાલતમાં વાહન ચલાવવા  સહિતની અનેક ફરિયાદો પોલીસને મળતી હોય છે ત્યારે જીલ્લામાં પોલીસ દ્વારા રીક્ષા ચાલકો સામે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોની એસીતૈસી કરીને રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ઘણા રિક્ષા ચાલકના વાહનને ડિટેઇન કરવામાં આવેલ છે અને ઘણાને દંડ કરવામાં આવેલ છે. જેના વિરોધમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી, ગેંડા સર્કલ સહિતના સ્થળોએ રિક્ષાચાલકોએ મોરબીમાં તેમજ વાંકાનેરના રિક્ષા ચાલકોએ વાંકાનેરમાં હડતાલ કરીને રીક્ષાના થપ્પા કરી દીધા હતા અને રિક્ષા ચાલકો સામેની કાર્યવાહી રોકવામાં આવે તેવી સ્થાનિક પોલીસને રજૂઆતો કરવામાં આવી હતી. જો કે, પોલીસ અધિકારી સૂત્રોના કહેવા મુજબ મોરબી શહેર અને જીલ્લામાં ઘણા રિક્ષા ચાલકો લોકોની જિંદગી જોખમમાં મુકાઇ તેવી રીતે તેની રિક્ષામાં ઇકો ગાડીથી વધુ મુસાફરોને બેસાડીને તેની હેરાફેરી કરતાં હોય છે તેમજ જુદાજુદા સ્થળે રિક્ષાના કોઈ પોઈન્ટ ન હોવા છતાં ત્યાં રોડ રસ્તા કે ચોક પાસે લોકોને નડતરરૂપ થાય તે રીતે રીક્ષાઓ ઊભી રાખતા હોય છે જેથી કરીને તેની ફરિયાદો લોકો તરફથી આવે છે અને ખાસ કરીને કેટલાક રિક્ષા ચાલકો નશાની હાલતમાં રિક્ષા ચલાવતા હોય છે અને આટલું જ નહિ ગઇકાલે પોલીસને રજૂઆત કરવા જે રિક્ષા ચાલકો પોલીસ મથક સુધી ગયેલ હતા તેમાંથી પણ કેટલાક નશાની હાલતમાં હતા તેવું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે મોરબી જીલ્લામાં રિક્ષા ચાલકોને પોલીસે જાણે કે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે “કાયદે મે રહો ગે તો ફાયદે મે રહો ગે” તે મુજબ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલમાં લાગી રહ્યું છે જો કે, હવે રિક્ષા ચાલકો કાયદામાં રહેશે કે પછી પોલીસ કાયદાનો દંડો ઉગામશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News