મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં પિતાના લોડર હડફેટે ચડી ગયેલ ત્રણ વર્ષની માસુમ દીકરીનું મોત


SHARE







મોરબી નજીક કારખાનામાં પિતાના લોડર હડફેટે ચડી ગયેલ ત્રણ વર્ષની માસુમ દીકરીનું મોત

મોરબીના રંગપર ગામ પાસે આવેલ કારખાનાની અંદર પિતાના લોડર હડફેટે ચડી જતા ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત નીપજયું છે જેથી બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ નિરૂમા ની ત્રણ વર્ષની દીકરી અંકિતા લોડરની હડફેટે ચડી જતા તેને ગંભીર ઇજા થયેલ હોવાથી માસુમ બાળકીનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કપોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ અંગેની આગળની તપાસ કરી રહેલ વી.ડી.ખાચર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક બાળકી કારખાનામાં હતી ત્યારે તેના પિતા દિનેશભાઈ નીરૂમા લોડર ચલાવી રહ્યા હતા અને લોડરની આગળના ભાગની સુપડી પાસે તેની જ દીકરી હડફેટે ચડી જતાં તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું છે.

બાઇક સ્લીપ

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નરેન્દ્રભાઈ બચુભાઈ મેરજા (60) મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન ત્યાં કોઈ કારણસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં તેઓને પગના થાપાના ભાગે ફેક્ર જેવી ઈજા થયેલ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા ઉસ્માન બસીરશા શેખ (45)ને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. 






Latest News