મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે આજે મતદાન: સાંજે ફેંસલો


SHARE







મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે આજે મતદાન: સાંજે ફેંસલો

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટેની ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે અને કોર્ટમાં આવેલ બાર એસો.ના રૂમમાં મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે ત્યારે આજે સવારે 10 થી 2 સુધીમાં મોરબી બાર એસો.ના 552 વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને સાંજે મતગણતરી કરવામાં આવશે.

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે જે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવાર છે જેમાં જીતેન્દ્રસિંહ જાડેજા, ચેતનભાઈ સોરીયા, પ્રાણલાલભાઈ માનસેતા, દેવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે ઉપપ્રમુખ માટે જીતેનભાઈ અગેચાણીયા, દેવજીભાઈ પરમાર, રજાકમિયા બુખારી, મનીષભાઈ જોશીએ ઉમેદવારી કરેલ છે. અને સેક્રેટરીમાં ભાવેશભાઈ ભટ્ટ અને અશોકકુમાર ખુમાણ, જોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયા, દેવજીભાઈ પરમાર, ધવલભાઈ શેરસિયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતર, પ્રદીપભાઈ કટીયા, કરમશીભાઈ પરમાર, મોનિકાબેન સંઘાણી અને કુલદીપ ઝંઝવાડીયાએ ઉમેદવારી કરેલ છે. જેમથી હોદેદારોને ચૂંટવા માટે આજે વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને આજે સાંજે મતગણતરી કરીને ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 






Latest News