મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

દર્દી નારાયણની સેવા સાથે ઉજવણી: મોરબીમાં દીકરીએ દિવંગત પરિવારજનોના જન્મદિને મેડિકલ કેમ્પનું કર્યું આયોજન


SHARE







દર્દી નારાયણની સેવા સાથે ઉજવણી: મોરબીમાં દીકરીએ દિવંગત પરિવારજનોના જન્મદિને મેડિકલ કેમ્પનું કર્યું આયોજન

મોરબીમાં દિવંગતોની સ્મૃતિમાં કોશિકાબેન (કવિ) રાવલના સૌજન્યથી આયોજીત કેમ્પમાં દર્દીઓને તપાસવા સાથે ફ્રિ દવા આપવામાં આવી હતી આ કેમ્પ સાથે મોરબીના ડો. હસ્તીબેન મહેતાના 150 એક દિવાસીય કેમ્પ કેમ્પ સંપન્ન થયેલ છે.

મોરબી ખાતે ફિદાઈ પાર્ક, શનાળા બાયપાસ પાસે પોતાના પરિવારના દિવંગતો સ્વ. નર્મદાબેન (ફઈબા) સ્વ.પિતા મનહરલાલભાઈ તેમજ માતા નિરૂપમાબેનના જન્મદિનની સ્મૃતિમાં કૌશિકાબેન (કવિ) રાવલના સૌજન્યથી ડો. હસ્તીબેન મહેતાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનાથી ડો. હસ્તીબેન મહેતાના 150 કેમ્પ સંપન્ન થયા હતા.

આ કેમ્પમાં દર્દીઓને તપાસી, તેમનું બીપી, સુગર ચેક કરી તેમને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી. સાથો સાથ આ કેમ્પમાં વા સહિતના દુખાવાના દર્દીઓને જયસુખભાઇ ભાલોડીયા દ્વારા પોઇન્ટ દબાવવા સાથે સારવાર આપવામાં આવી હતી.

કેમ્પને સફળ બનાવવા મુખી મસુદીન ધમાણી, અશરફભાઇ ધારાણી, અશોકભાઈ પંજવાણી, ફિરોજભાઈ બગથરીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કેમ્પ સહાયક તરીકે રશ્મિન દેસાઈ, નિશા દેસાઈ, કૌશિકા રાવલ, કેતન મહેતા તેમજ જીગર ભટ્ટે સેવાઓ આપી હતી. અને દાતા પરિવારના કવિબેન, દર્શનાબેન, તોષાબેને ખાસ ઉપસ્થિત રહી વડીલ દિવંગતોની સ્મૃતિમાં તેમનું ઋણ ચુકવવા સાથે તમામને પ્રોત્સાહિત કર્યા હતા.






Latest News