ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વિએચપીના અધ્યક્ષ તરીકે જીલેશભાઇ કાલરિયાની વરણી


SHARE







મોરબી જિલ્લા વિએચપીના અધ્યક્ષ તરીકે જીલેશભાઇ કાલરિયાની વરણી

“અગર હુઆ મેરે ધર્મ પર ઘાત તો મેં પ્રતિઘાત કરૂંગા, મેં હિન્દુ હું સિર્ફ હિંદુત્વ કી હી બાત કરૂંગા” જેના રગે રગમાં હિન્દુ ધર્મ માટે લોહી વહે છે, સનાતન ધર્મ માટે દિવસ રાત, ઘર પરિવાર જોયા વગર મહેનત કરે છે, જેમ દેશ ની રક્ષા માટે બોર્ડર પર સૈનિકો પહેરો લગાવી ને બેઠા છે એમ ધર્મ ની રક્ષા માટે આવા સૈનિકો પહેરો ભરીને બેઠા છે તેવા જીલેશભાઈ કાલરીયાની વિશ્વ હિન્દુ પરિસદના મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે.

ટંકારા તાલુકાનાં નાના એવા રામપર ગામના વતની જીલેશભાઈ કાલરીયાB.Com, M. Com.નો અભ્યાસ પૂર્ણ કરી LL.B.અને P. hd. નો અભ્યાસ ચાલુ છે આટલું ઉચ્ચ શિક્ષિત ફેમિલી હોવા છતાં સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓને લઇને ગામમા જ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ છે અને ગૌમાતાની સેવા માટે ગૌશાળા પણ ચલાવે છે નાનપણ થી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ દેશ ભક્તિ એમના રગે રગમાં ભરેલી દેશ અને ધર્મના કામ માટે કંઈક ને કંઈક નવું શીખ્યા કરવાનું એટલે જ આ ઉંમરે પણ એમને પોતાનો  અભ્યાસ ચાલુ રાખ્યો છે હાલમાં તેઓની વરણી વિશ્વ હિન્દુ પરિસદના મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે જેથી કરીને તેઓને મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા સહિતનાઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે.






Latest News