ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

સહનશક્તિનો અભાવ : ટંકારા ખાતે ઘરકામ બાબતે સામાન્ય ઠપકો દેતા એસિડ પી ગયેલ યુવતીનું મોત


SHARE











સહનશક્તિનો અભાવ : ટંકારા ખાતે ઘરકામ બાબતે સામાન્ય ઠપકો દેતા એસિડ પી ગયેલ યુવતીનું મોત

મોરબી જિલ્લાના ટંકારા ખાતે રહેતા પરિવારની સત્તર વર્ષીય યુવતી એસિડ પી ગઈ હતી.જેથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને અહીં તેનું મોત નિપજ્યું હતું.આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરકામ બાબતે માતાએ સામાન્ય ઠપકો આપ્યો હતો તે વાતનું મનમાં લાગી આવતા યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું..!

ઉપરોક્ત બનાવ સંદર્ભે વધુમાં ટંકારા પોલીસના જણાવ્યા પ્રમાણે ટંકારામાં આવેલ મુમના સોસાયટી પાસેના ઝમઝમનગર વિસ્તારમાં રહેતા રહીમભાઈ રાઠોડની ૧૭ વર્ષીય દીકરી મહેકબેન તા.૧૧ ના સાંજના છએક વાગ્યાના અરસામાં એસિડ પી ગઈ હતી.જેથી તેને વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.અહીં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયુ હતુ.જેથી બનાવની ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના શાહિદભાઈ શીદીકી તપાસ માટે પહોંચ્યા હતા તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક મહેકબેનને તેની માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો જે વાતનું મનોમન લાગી આવતા તેણીએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા દેવજીભાઈ શામજીભાઈ બારોટ નામના ૩૫ વર્ષના યુવાન ઉપર તા.૧૦ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં અજાણ્યા ઇસમોએ નળીયા તથા લાકડાના ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો જેથી ઈજા પામતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે અંગે નોંધ કરી પોલીસ મથકના ડી.એમ.રાંકજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે નાની વાવડી ગામે રહેતા પુંજાભાઈ મોતીભાઈ મકવાણા નામના ૬૦ વર્ષના વૃદ્ધને તેઓના ઘરે તેમના પુત્ર દ્વારા માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ તાલુકા પોલીસ સૂત્રોએ જણાવેલ છે અને આ બનાવની તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર નજીક સર્વિસ રોડ ઉપર પગપાળા જઈ રહેલા રહીમભાઈ હુસેનભાઇ જોખીયા (૪૨) રહે.ઉંટાવાડા રોડ ટીંબી જી.અમરેલીને અજાણીકારના ચાલકે હડફેટે લેતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માત બનાવમાં છગનભાઈ બાબુભાઈ ઉપસરીયા (ઉંમર ૩૦) રહે.મધુપુર તા.જી.મોરબીને ઈજા થવાથી તેઓને પણ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News